નીતિ સાચી, નિયતિ સારી રાખોઃ નમ્રમુનિ

June 13, 2018 at 3:19 pm


રાષ્ટ્ર સંત ગુરુદેવ નમ્ર મુનિ મ.સા. આજ ધમોનુરાગી એડવોકેટ કમલેશભાઈ નટવરલાલ શાહ તથા એડવોકેટ જીગ્નેશભાઈ એન.શાહ પરીવારના નિવાસ સ્થાન ચંદ્રદીપ ખાતે પાવન પગલા કરેલ.

આ પાવન પ્રસંગે શાહ પરીવારવતી તપસ્વી રત્ના જાગૃતિબેન કમલેશભાઈ શાહ એવમ જ્ઞાનાભ્યાસુ સુનિતાબેન જીગ્નેશભાઈ શાહે ભિક્ત ભાવપૂવેક સૌનું સ્વાગત કરેલ. ચિં.રિશીત, દેવ, દેવશે, હેતવી વગેરે બાળકોએ શાહ પરીવારને આંગણે ગુરદેવ પધાર્યા… વાહ,ભાઈ..વાહ ભાઈ વાહ ના નાદથી હનુમાન મઢી ચોક ગૂંજવી દિધેલ.

અત્રે નાેંધનીય છે કે જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્સ્ય કમલેશભાઈ શાહ રાજકોટની ધામિર્ક, સામાજીક,જીવદયા સહિત અનેક સંસ્થાઆે સાથે સqક્રય રીતે સંકળાયેલા છે.પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે શાહ પરીવારને સંબોધતા જણાવ્યું કે ચારેય ફિરકાઆેના સાધુ – સંતોની સેવા – વૈયાવચ્ચ કરતાં રહેજો સાથોસાથ વિવિધ સંસ્થાઆેને પણ યોગ્ય માગેદશેન આપી પૂÎયાનુબંધી પૂÎય ઉપાજેન કરજો.વધુમાં પૂ.ગુરુદવે કહ્યું કે વકીલાતના ક્ષત્રે જયારે સંકળાયેલા છો તો જીવનમાં નિતિ સાચી અને નિયતિ સારી રાખી જીવનમાં દરેક કાયે કરી દૂલેભ માનવ ભવને સાથેક કરજો.

આ અવસરે ગાેંડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી,મુંબઈ પારસધામ સંઘના અગ્રણી જીગરભાઈ શેઠ,નેમિનાથ – વીતરાગ સંઘના પ્રમુખ ભરતભાઈ દોશી,રાજકોટ મહાવીર નગર સંઘના પ્રતાપભાઈ વોરા,ઉવસગહરં સાધના ભવનના અલ્પેશભાઈ મોદી,ભાવેશભાઈ શેઠ,અજયભાઈ શેઠ,પ્રકાશભાઈ શેઠ,આઈ આે સી ના મેનેજર સમીરભાઈ દોશી, તપસ્વી સુશીલભાઈ ગોડા,અહેમ યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતા,સેતુરભાઈ દેસાઈ, સચીનભાઈ વાલાણી. વગેરે ઉપસ્થિત રહેલ તેમ મનોજ ડેલીવાળાએ જણાવેલ છે. શાહ પરીવારે પ્રભાવનાનો લાભ લીધેલ.

print

Comments

comments

VOTING POLL