નીરોણા સહિત પાવરપટ્ટીમાં ગાજવીજ સાથે ઝાપટાં
ભુજ, નલિયામાં ગરમી ઘટી ઃ કંડલા પાેર્ટ અને એરપાેર્ટ ખાતે ગરમીમાં વધારો
દક્ષિણ ગુજરાત પર સજાૅયેલા હવાના હળવા દબાણની અસર વચ્ચે સાૈરા»ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લાઆેમાં બે દિવસ માટે હળવા વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છમાં ગરમી ઘટી હતી. ભેજનું પ્રમાણ વધ્યું હતું અને પવનની ઝડપ પણ વધી હતી. ભુજમાં તાપમાન 3 ડિગ્રી ઘટ્યું હતું. તાે નિરોણા સહીતના પાવરપટ્ટીના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા. અન્ય સ્થળોએ વાતાવરણ વાદળછાયું હતું. જોકે સામાન્ય ગરમી વચ્ચે બફારો તાે હતાે જ.
નિરોણાથી મળતાે આજકાલના પ્રતિનિધિનાે સંદેશો જણાવે છે કે, પાવરપટ્ટી પંથકના નિરોણા ખાતે સાંજે 4થી પ વાગ્યાના સમય દરમિયાન ગાજવીજના કડાકા વચ્ચે હળવા ઝાપટા પડ્યા હતા. તેના કારણે ચૈત્ર માસમાં અષાઢી માહોલ સજાૅયો હોય તેમ માગૅ પર પાણી વહી નીકળ્યા હતા.
નિરોણા સહિતના પાવર પટ્ટીના વિસ્તારમાં સતત ત્રીજા દિવસે હળવા વરસાદના ઝાપટા પડ્યા હતા. છથી આઠ ગામમાં આવો અષાઢી માહોલ છે. જોકે કચ્છના બાકીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું. વારે ભેજના વધેલા પ્રમાણના કારણે વાદળાનાે અનુભવ થયો હતાે.
ભુજમાં આજે મહત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટીને 38 ડિગ્રી થતાં ગરમીમાં સામાન્ય રાહત હતી જોકે બપાેરે 1થી 4 વચ્ચે તાે તાપમાન 41 ડિગ્રી હતું. બપાેરે પવનની ઝડપ વધી હતી. સાંજે સાત વાગ્યા સુધી ગરમીનાે અનુભવ થયો હતાે. ભુજમાં સવારે ભેજનું પ્રમાણ વધ્યું હતું. જોકે સાંજે તેમાં ઘટાડો હતાે.
નલિયામાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી હતું. ગઈકાલના પ્રમાણમાં 0.8 ડિગ્રીનાે ઘટાડો થયો હતાે. કંડલા પાેર્ટ ખાતે મહત્તમ તાપમાન 39.ર ડિગ્રી અને કંડલા એરપાેર્ટ ખાતે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી હતું. હવામાન ખાતાના સાંજે સાડા પાંચ વાગ્યાના બુલેટીનમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં તા. 10 અને 11 એમ બે દિવસ છુટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત પર સજાૅયેલા હવાના દબાણના પગલે આ પ્રકારની સ્થિતિ સજાૅવા પામી છે. જોકે આ વેસ્ટનૅ ડિસ્ટબૅન્સની સ્થિતિ દૂર થતાની સાથે ગરમી શરૂ થશે.