નેપાળી તસ્કર ત્રિપુટીને પાંચ દી’ના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાઈ

May 16, 2018 at 3:52 pm


જામનગર રોડ પર પરાપીપળીયાના પાટીયા પાસે હોટલ ગ્રીનલીફ હોટલમાંથી રૂા.45 લાખની તસ્કરીમાં ઝડપાયેલા બાજી ઉર્ફે વિરાજ લક્ષ્મણ બીડે, દિનેશ આનંદ બીરન અને સંતોષ કરવા ભટ્ટરાયની વધુ પુછપરછ માટે યુનિ. પોલીસે ત્રણેયને પાંચ દિવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતા.

અગાઉ હોટલમાં નોકરી કરી ચુકેલ બાજી ઉર્ફે વિરાજ પોતાના અન્ય બે સાગરીતોને નોકરી અપાવવાના બહાને રાજકોટ લાવ્યા બાદ ત્રણેય મળીને કેશ કાઉન્ટરમાંથી રૂા.45 લાખની તસ્કરી કરી હતી. સોમવારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને નેપાળી ત્રિપુટી વતન પહાેંચે એ પહેલા જ સુરતના વરાછા વિસ્તારમાંથી ત્રણેયને રૂા.42.82 લાખની રોકડ તેમજ ચાર મોબાઈલ સાથે ઝડપી લીધા હતા.

આગળની તપાસ ચલાવતા પીએસઆઈ ભાવના કડછાએ જણાવ્યું કે, આ ત્રણેય શખસો વરાછા કઈ રીતે પહાેંચ્યા તેમજ ચોરીની બાકીની રકમ રૂા.2.17 લાખ કયાં ખર્ચી નાખી કે કયાં છૂપાવી છે ં એ અંગે પુછપરછ માટે પાંચ દિવસના રીમાન્ડ મેળવવા કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL