નેવીને દક્ષિણ મુંબઈમાં એક ઈંચ જગ્યા નહીં આપું: ગડકરી

January 12, 2018 at 11:41 am


દરેક નેવીના અધિકારીને દક્ષિણ મુંબઇના પોશ વિસ્તારમાં જ રહેવું હોય છે એ બાબતે અચરજ વ્યકત કરતા પોર્ટ અને પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે નેવીને તેમના લેટ કે કવાર્ટર્સ બનાવવા માટે દક્ષિણ મુંબઇમાં એક ઈંચ પણ જગ્યા આપવામાં નહીં આવે.
હકીકતમાં તો નેવીની દેશની સીમા વિસ્તારમાં જર હોય છે કે યાંથી દુશ્મનો હત્પમલો કરવાની શકયતા હોય કે દુશ્મનો દેશમાં ઘૂસી આવે એવી શકયતા હોય. નેવીના અધિકારીઓએ મારી પાસે આવીને દક્ષિણ મુંબઇમાં રહેઠાણ માટે પ્લોટની માગણી કરી હતી, પણ હત્પં તેમને એક ઈંચ પણ જગ્યા નહીં આપું. મારી પાસે ફરીથી આવતા નહીં, એમ ગડકરીએ તેમને રોકડું પરખાવ્યું હતું.
લોટિંગ હોટેલ અને સીપ્લેનની યોજના બનાવવામાં આવી છે તે માટે દક્ષિણ મુંબઇના મલબાર હિલ ખાતે લોટિંગ જેટ્ટી બાંધવાની મંજૂરી નેવીએ આપી નથી, તેના અનુસંધાનમાં ગડકરીએ નેવીને દક્ષિણ મુંબઇમાં રહેઠાણ માટે પ્લોટ આપવા નામરજી જાહેર કરી હોય, એમ જાણવા મળ્યું છે.
દરેક જણને દક્ષિણ મુંબઇમાં ઘર જોઇએ છે. અમે નેવીનો આદર કરીએ છીએ, પણ તેમનું કામ પાકિસ્તાનની સીમા પર દેશની રક્ષા કરવાનું છે. કેટલાક મહત્ત્વના અને વરિ અધિકારીઓ દક્ષિણ મુંબઇમાં રહી શકે છે. પૂર્વના દરિયાકિનારાનો રાય સરકાર અને મુંબઇ પોર્ટ ટ્રસ્ટ દ્રારા સ્થાનિક લોકો માટે વિકાસ કરવામાં આવી રહ્યો છે, એમ ગડકરીએ જણાવ્યું હતું.

દક્ષિણ મુંબઇમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડનું હેડ કવાર્ટર છે અને નેવીના અધિકારીઓની નોંધપાત્ર વસતી છે. કોલાબાના નેવીનગર ખાતે નેવલ રેસિડેન્શિયલ કવાર્ટર્સ પણ છે.
મેં સાંભળ્યું છે કે હાઇ કોર્ટની મંજૂરી હોવા છતાં મલબાર હિલ ખાતે લોટિંગ જેટ્ટી માટે તમે (નેવીએ) મંજૂરી નથી આપી. નેવીને મલબાર હિલ વિસ્તાર સાથે શું લાગેવળગે? આ રહેઠાણ વિસ્તાર છે. અહીં રાયના મુખ્ય પ્રધાન અને ગવર્નરના ઘર છે. અહીં નેવી વિસ્તાર જ નથી. વિકાસના કામ રોકવાની નેવીને આદત પડી ગઇ છે, એમ જણાવતા તેમણે નેવીને આ બાબતે વાટાઘાટ માટે આમંત્રણ આપ્યું હતું.

print

Comments

comments

VOTING POLL