નોકઆઉટની નહીંવત આશા સાથે મુંબઈનો આજે પંજાબ સાથે જંગ

May 16, 2018 at 11:32 am


આયોજક મુંબઈ ઈન્ડિયન્સ (એમ. આઈ.) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈ. પી. એલ.) સ્પધર્નિી અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે પોતાના ઘરઆંગણે આજે રમાનારી મહત્ત્વની મેચમાં તરફડિયા મારતી કિંગ્સ ઈલેવન પંજાબ સામે જીતવાની આશા સાથે રમશે.
શરૂઆતમાં ઉપરાઉપરી પરાજય બાદ, સતત ત્રણ સફળતા સાથે મુંબઈની ટીમની સ્પધર્નિા નોક-આઉટ તબક્કામાં પ્રવેશ કરવાની આશા ફરી જાગી હતી, પણ ગયા રવિવારે રાજસ્થાન રોયલ્સ (આર. આર.) વિરુદ્ધ તેના આઠ વિકેટથી થયેલા પરાજયે તેને ફરી મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધી છે.
મુંબઈ તેની 12 મેચમાંથી મળેલા પાંચ વિજય સાથે પોઈન્ટ-કોષ્ટકમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે, જ્યારે પંજાબની ટીમ સોમવારે તેના ચોથા પરાજય પછી 12 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે નીચે સરકી પડી છે.
સારો નેટ રન-રેટ ધરાવતી મુંબઈ અને પંજાબ, બંને ટીમ માટે આગામી મેચ જીતવી અતિ જરૂરી છે. આ મેચ રાત્રે 8-00 વાગ્યે રમાશે.

print

Comments

comments

VOTING POLL