નોકરીની લાલચ આપી 79 હજારની ઠગાઇ

February 1, 2018 at 2:43 pm


આેનલાઇન છેતરપીડીની ઘટનાઆે વધી રહી છે ત્યારે શહેરના એક યુવાન નોકરીની આેફરના નામે 79 હજારમાં છેતરાયો છે અને આ અંગે મહિલા સહિત બે સામે નિલમબાગ પોલીસમાં ફરીયાદ નાેંધાવી છે.
શહેરના કાળીયાબીડમાં આવેલી ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા સોની યુવાન અજુર્ન નિતીનભાઇ લુંભાણી (ઉ.વ.ર3) પર ગત ર6 આેકટોબરના રોજ મોબાઇલ પર ફોન આવ્યો હતો અને દિલ્હી એરપોર્ટ આેથાેરિટીની આેફીસમાંથી આરીફ બોલું છુ તેમ જણાવી ‘તમારી સીવી જોઇ છે તમને ભાવનગર એરપોર્ટમાં સવિર્સ મળી શકે તેમ છે, તમારે આેનલાઇન ટેસ્ટ આપવો પડશે.’ તેમ જણાવી યુવાનને સકંજામાં લીધો હતો. અજુર્ને આેનલાઇન ટેસ્ટ આપી અને તેમાં સફળ થયાનું પણ આ આરીફે જણાવ્યુ હતુ. ત્યારબાદ આરીફે ડોકયુમેન્ટ ચાર્જ પેટે 1ર,પ00/- ભરવાનું જણાવતા તે પણ તેણે ભર્યા હતા.

આ પછી કોઇ હેતલ મેડમ નામની યુવતિએ ફોન કરી તમને નોકરી મળી ગઇ છે અને હાજર થવાનું હોય પ્રાેસેસિંગ અંગે 63,700/- એસબીઆઇના અમે જણાવીએ તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો તેમ જણાવ્યુ હતુ. અજુર્ન લુંભાણીએ આ રકમ પણ ટ્રાન્સફર કર્યા બાદ 30 આેકટોબરે ફોન આવ્યો હતો કે તમારે ભાવનગર એરપોર્ટ પર નોકરી જોઇન કરવા જણાવાયુ હતુ.
અજુર્ન બીજે દિવસે એરપોર્ટ પર ગયો ત્યારે આવી કોઇ ભરતી જ થઇ ન હોવાનું ત્યાંના અધિકારીઆેએ જણાવતા અજુર્નને પોતે છેતરાયો હોવાનું ભાન થયુ હતુ. અજુર્ને દિલ્હી આરીફને ફોન કરતા તેણે ઉડાઉ જવાબ આપી ફોન કાપી નાખ્યો હતો. આ મામલે આખરે પોતે ઠગાયો હોવાનું લાગતા અજુર્ન લુંભાણીએ આરીફ અને હેતલ સામે નિલમબાગ પોલીસમાં ફરીયાદ નાેંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL