નોટતંગી સામે હાલારભરમાં હોહાઃ શહેરમાં દેકારોઃ પડાણામાં બેંકને તાળાબંધી

January 11, 2017 at 2:21 pm


જામનગરમાં રૂા. 6 કરોડ આવ્યા બાદ બે દિવસમાં જ ખાલી ખમ થઇ ગયા છે ત્યારે ફરથી આરબીઆઇ પાસે સેન્ટ્રલ બેંક અને સ્ટેટ બેંક આેફ ઇન્ડીયાએ રૂપીયા માંગ્યા છે પરંતુ તંત્રના જણાવ્યા મુજબ કદાચ સાંજ સુધીમાં 10 કરોડ આરબીઆઇ દ્વારા આપવામાં આવે તેવી શકયતા છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે પડાણામાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકને લોકોએ તાળાબંધી કરી દીધી હતી, પડાણામાં આજ સવારથી જ લોકો એકત્ર થઇ ગયા હતા અને બેંક વિરુધ્ધ સુત્રચાર કર્યા હતા અમોને રૂપીયા આપોના નારા લગાવ્યા હતા પરિસ્થિતી વણશે તેવી હાલત થતા પોલીસ બોલાવવી પડી હતી, ગ્રામીણ બેંકને લોકોએ અલીગઢનુ તાળુ મારી દીધુ હતુ.

પડાણાની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં આજુબાજુના ગામડાઆેના દસ હજાર લોકોના ખાતા છે તેમા તમામ લગભગ ખેડુતો જ છે અને ગત ગુરુવારથી કરન્સી ચેસ્ટ દ્વારા આ બેંકને પૈસા આપવામાં આવ્યા નથી, તિજોરી તળીયાજાટક છે દરરોજ લોકો ધકકા ખાઇને થાકી જતા આજે પડાણાના સરપંચ મુકેશભાઇ નાકરની આગેવાનીમાં રોષિત લોકોએ બેંકને તાળાબંધી કરી હતી.

જોડીયાની હાલત ખુબજ બદતર છે એવી માહિતી મળી છે કે કો-આેપરેટીવ બેંક દ્વારા અઠવાડીયામાં માત્ર એક જ દિવસ એટલે કે ગુરુવારે લોકોને અપુરતા નાણા આપવામાં આવે છે આ ગામના લોકોના ખાતા આ બેંકમાં હોય લોકો અત્યારે તો ખાતા બંધ કરાવી શકતા નથી અને નોટ તંગીથી જીવી રહ્યા છે. જોડીયામાં માત્ર એકજ એટીએમ હોવાથી લોકો ખુબજ મુશ્કેલી અનુભવી રહયા છે જયારે લાલપુરની સ્થિતી ખુબ જ ખરાબ રહી છે અને બેંકમાથી અપુરતા નાણા મળતા હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.

ગઇકાલે હાલારના ગામડાઆેની સ્થિતી ખુબજ ખરાબ રહી, ધ્રાેલ વિસ્તારમાં ત્રીજી વખત ચકકાજામ કરવામાં આવ્યો, સલાયામાં ગઇકાલે બેંકમાથી રૂપીયા ન મળતા હોવાથી લોકોએ ચકકાજામ કર્યુ હતું, કાલાવડ તાલુકાના નવાગામના લોકોએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના અધિકારીઆેને એવી ચીમકી આપી હતી કે જો તમે અઠવાડીયામાં લોકોને 24 હજાર અપી ન શકો તો બેંક બંધ કરી દેજો, ગઇકાલના આક્રાેશને કારણે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પરંતુ કોઇપણ જાતનો અનીચ્છનીય બનાવ બન્યાે ન હતો.

એક તરફ ધ્રાેલ આસપાસના ગામડાઆેમાં ઉગ્ર રોષ ભભુકી ઉઠયો છે, ભાટીયા, ખંભાળીયા, કલ્યાણપુરમાં બેંકના અધિકારીઆે સામે ઉગ્ર વિરોધ છે, કયાંક કયાંક તો રૂા. 1 થી 3 હજાર માંડ માંડ મળે છે, ગામડાઆેમાં પેન્શનરો અને કર્મચારીઆે બેંકની લાંબી લાંબી લાઇનમાં ઉભા રહીને અડધા દિવસ બાદ અપુરતા રૂપીયા મેળવે છે તેથી હજુ પણ સ્થિતી સામાન્ય ન થતા આવુ કયા સુધી ચાલશે તેમ લોકોમાં વિરોધ પ્રગટી ઉઠયો છે. ફલ્લામાં અપુરતા રૂપીયા મળતા હોવાથી લોકો ખુબ જ રોષમાં છે અને સ્થિતી ગમે ત્યારે વણશે તેવી શકયતા છે.

જામનગરમાં ગઇકાલથી ફરીથી સેન્ટ્રલ બેંક, સ્ટેટ બેંક આેફ ઇન્ડીયા, બેંક આેફ બરોડા, પંજાબ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, સહિતની બેંકોમાં કરન્સી ખુટી જતા આજે સવારથી જ હાલત ખરાબ છે અમુક બેંકો રૂા. બે થી ત્રણ હજાર સેવીગ ખાતામાં આપે છે જયારે કરન્ટમાંથી માત્ર પાંચ હજાર મળતા હોવાની રાવ ઉઠવા પામી છે, ગઇકાલે મોડી રાત્રી સુધી એટીએમમાં લાંબી લાંબી કતારો જોવા મળી હતી અને 50 ટકા એટીએમમાં સાત વાગ્યાથી જ નાણા ખુટી પડયા હતા.

કારખાનામાં કામ કરતા મજદુરો, પેન્શનરો, કર્મચારીઆે અને સામાન્ય લોકો બેંકમાથી રૂપીયા મેળવવા સતત લાઇનમાં ઉભા રહે છે તેથી ધંધા રોજગાર ઉપર ભારે અસર પડી છે. જામનગરમાં આરબીઆઇ દ્વારા કદાચ સાંજે દસ કરોડ આવે તેવી શકયતા છે તેમ એસડીએમ કહી રહયાછે ત્યારે આરબીઆઇ સતત જામનગર સાથે ઉપેક્ષા ભર્યુ વર્તન રાખે છે તેથી લોકોને નાણા મેળવવામાં ખુબ જ તકલીફ થાય છે.

print

Comments

comments

VOTING POLL