નોટબંદીના પડઘા: પારસમલ, રોહિત ટંડન અને અન્યની રૂ. 6.84 કરોડની સંપત્તિ જપ્ત કરતુ ઇડી

February 17, 2017 at 6:48 pm


કરોડો રૂપિયાના નોટ બદલીના કેસમાં પકડાયેલા મુળ ગુજરાતના ચર્ચિત વેપારી પારસમલ લોઢા અને દિલ્હીના લો ફર્મ સાથે સંકળાયેલા રોહિત ટંડન તેમજ અન્ય લોકોની રૂ. 6.84 કરોડની સંપત્તિ આજે ઇડી એ ટાંચમાં લીધી છે.
30 ટકાના કમિશન પર પોતે દિલ્હીના અને અન્ય નેતાઓના તેમજ બિઝનેસમેનોની નોટોની બદલીનું કામ કર્યું છે તેવી કબૂલાત પારસમલ લોઢા એ કરી હતી.

ઈડી દ્વારા લાંબી પૂછપરછ દરમિયાન લોઢાએ કહ્યું હતું કે રોહિત ટંડન, શેખર રેડ્ડી અને તામિલનાડુના સાત જેટલા બિઝનેસમેન અને અનેક નેતાઓની નોટો બદલી આપી છે અને મોટા નેતાઓ સાથે તેણે પોતાના સંપર્કની કબૂલાત પણ કરી હતી.

લોઢાને મુંબઈ એરપોર્ટથી જ પકડી લેવામાં આવ્યો હતો અને તે વિદેશ ભાગવાની તૈયારીમાં હતો. લોઢાએ દિલ્હી અને દક્ષિણ ભારતના કેટલાક નેતાઓના રૂપિયા બદલી દીધા હતા. નોટબદલીના આ ખેલમાં ઈડીએ દિલ્હીના લો ફર્મના માલિક રોહિત ટંડનને પકડી પાડયો હતો અને તેના ઉપર બેન્ક અધિકારીઓ સાથે સાંઠગાંઠ રચી 70 કરોડની રકમને વ્હાઈટ કરાવવાનો આરોપ હતો. આ મામલામાં ઈડીએ ટંડનની આકરી પૂછપરછ પણ કરી હતી. આ પછી કોટક મહિન્દ્રા બેન્કના મેનેજરની ધરપકડ પણ આ મામલે થઈ હતી.

print

Comments

comments

VOTING POLL