નોટબંધીના એક વર્ષ પછી પણ વૃધ્ધને પાછા નથી મળ્યા દોઢ લાખ રૂપિયા: હાઈકોર્ટમાં ફરિયાદ

January 12, 2018 at 11:38 am


આખા દેશને હચમચાવી દેનારી નોટબંધીની જાહેરાતને એક વર્ષ થઈ ગયુ છતાંય લોકો તેની અસરમાંથી બહાર નથી આવી શકયા. અમદાવાદના એક વરિ નાગરિકે ગયા ફેબ્રુઆરીમાં ૧.૫૬ લાખ પિયા જમા કરાવ્યા હતા પરંતુ તેમને હજુ સુધી આ પિયા પાછા નથી મળ્યા. રિઝર્વ બેન્કે યારે પ્રિયકાંત ઉપાધ્યાય એનઆરઆઈ હોવાથી તેમના પિયા પાછા આપવાની મનાઈ કરી દીધી ત્યારે આ વરિ નાગરિકે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવાનું નક્કી કયુ હતું. હોઈકોર્ટે આ અંગે રિઝર્વ બેન્કને ખુલાસો કરવા જણાવ્યું છે અને આ અંગેની સુનવણી ૨૦ જાન્યુઆરીએ રાખવામાં આવી છે.
પ્રિયકાંત ઉપાધ્યાય અને તેમના પત્ની જીવરાજ પાર્કની રામતીર્થ સોસાયટીમાં રહે છે અને તેમનો પુત્ર આસ્ટ્રેલિયામાં સ્થાયી થયો છે. માર્ચ ૨૦૧૬માં તેઓ એક વર્ષમાં ભારત પાછા ફરવાની શરતે ટૂરિસ્ટ વિઝા લઈને આસ્ટ્રેલિયા ગયા હતા. આ દરમિયાન સરકાર ૮ નવેમ્બરે ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ કરવાનો નિર્ણય જાહેર કર્યેા હતો.

ડિસેમ્બર ૨૦૧૬માં સરકાર જાહેરાત કરી કે જે ભારતીયો દેશ બહાર છે તે ૩૧ માર્ચ ૨૦૧૭ સુધીમાં તેમની નોટ બદલાવી શકશે. ઉપાધ્યાય અને તેમની પત્ની ૯ ફેબ્રુઆરીના રોજ પાછા ફર્યા હતા અને તેમણ અમદાવાદ રિઝર્વ બેન્કનો સંપર્ક કર્યેા હતો. તેમને મુંબઈ રિઝર્વ બેન્ક જવા જણાવાયુ હતુ. તેમણે ૧.૫૬ લાખની જૂની નોટો રિઝર્વ બેન્કમાં જમા કરાવી હતી પરંતુ તેમને નવી નોટો મળી જ નહતી. ૬૫ વર્ષના પ્રિયકાંત ઉપાધ્યાય ગાંધીનગરના શિક્ષણ વિભાગમાંથી આફિસર તરીકે નિવૃત્ત થયા હતા.
ઉપાધ્યાય જણાવે છે, મેં તો સરકારના બધા જ નિયમોનું પાલન કયુ હતું. આમ છતાંય મને ઓગસ્ટ મહિનામાંથી રિઝર્વ બેન્કમાંથી મેસેજ આવ્યો કે હત્પં પૈસા ડિપોઝિટ ન કરી શકું કારણ કે હત્પં કાયમી એનઆરઆઈ છું. આ વાત ખરી નથી. આથી મેં હાઈકોર્ટમાં અરજી કરી છે. મને આશા છે કે મને મારી મહેનતની કમાણીના પિયા પાછા મળી જશે. મેં કશુ પણ ખોટુ નથી કયુ. ઉપાધ્યાયના વકીલ પ્રિયકાંત ઉપાધ્યાયે જણાવ્યું,હાઈકોર્ટે રિઝર્વ બેન્કને પિટીશનનો જવાબ આપવા આદેશ કર્યેા છે અને ૨૦ જાન્યુઆરીએ તેની સુનવણી છે

print

Comments

comments

VOTING POLL