નોટબંધીમાં કરોડોની હેરાફેરીના કેસમાં જીગ્નેશ ભજીયાવાળાને જામીન મળ્યા

February 2, 2018 at 12:52 pm


નોટબંધીના સમયગાળા દરમ્યાન કરોડો રૂપિયાના બ્લેકમનીને વ્હાઇટ કરવાના રાજયભરમાં ખળભળાટ મચાવવાના કૌભાંડમાં સુરતના જીગ્નેશ ભજીયાવાલાને આખરે ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટના આ આદેશને પગલે જીગ્નેશ ભજીયાવાલાને ઘણી રાહત મળી છે. ચકચારભર્યા એવા આ કેસમં અગાઉ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર.એચ.શુકલએ ગત તા.૧૨-૬-૨૦૧૭ના રોજ આરોપી જીગ્નેશ ભજીયાવાલાની જામીનઅરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી, ત્યારબાદ તેણે કેસના બદલાયેલા સંજાગો અને ગ્રાઉન્ડ સાથે નવેસરથી હાલની જામીન અરજી કરી હતી, જે આખરે હાઇકોર્ટે આજે મંજૂર રાખી હતી અને તેને શરતી જામીન આપ્યા હતા.

નોટબંધી બાદ સુરતના ભજીયાવાલા પરિવારના બ્લેકમની વ્હાઇટ કરવાના કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આરોપી જીગ્નેશ ભજીયાવાલાએ સાડા ત્રણ કરોડથી પણ વધુ રકમની હેરાફેરી કરી હોવાની વિગતો સામે આવી હતી. ચકચારભર્યા એવા આ કેસમાં જીગ્નેશ ભજીયાવાલાની ગત તા. ૧૯-૧-૨૦૧૭ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ કેસમાં સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી હતી પરંતુ બાદમાં સમગ્ર કેસની તપાસ પીએમએલએ એકટ હેઠળ ઇડી દ્વારા હાથ ધરાઇ હતી, જેમાં એવી ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી કે, જીગ્નેશ ભજીયાવાલાએ જુદા જુદા ૨૬ જેટલા બેંક એકાઉન્ટ્‌સમાં કરોડોની રકમ જમા કરાવી હતી.

print

Comments

comments

VOTING POLL