નોટબંધી અને જીએસટીથી રાજકોટ સહિત દેશના ધંધા-ઉદ્યોગો પાયમાલ: મનમોહનસિંઘ

December 7, 2017 at 4:36 pm


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારના આખરી દિવસોમાં પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો.મનમોહનસિંઘ પ્રચાર કરવા માટે આજે રાજકોટ આવ્યા હતા અને ઈમ્પિરિયલ હોટલ ખાતે પત્રકાર પરિષદને એમણે સંબોધન કરતાં મોદી સરકારની નીતિ અને પગલાંઓની આકરી ટિકા કરી હતી અને ખાસ કરીને નોટબંધી અને જીએસટીને દેશ માટે વિલન જેવા ગણાવ્યા હતા અને એમ કહ્યું હતું કે, આ બન્ને પગલાંઓથી સામાન્ય માણસો અને રોજગાર-ધંધાઓને ભયંકર અસર પડી છે અને બેરોજગારી વધી છે.
સંસદમાં કોંગ્રેસે જીએસટીને સમર્થન આપ્યું અને સંસદની બહાર કોંગ્રેસ વિરોધ કરે છે તો એક જ મુદ્દા પર ડબલ પોલિસી શા માટે છે ? તેવા પ્રશ્ર્નના જવાબમાં મનમોહનસિંઘે વિસ્તૃત જવાબ આપીને કહ્યું હતું કે, જીએસટીના ક્ધસેપ્ટનો કોંગ્રેસે કયારેય વિરોધ કર્યો નથી અને તેને ટેકો જ આપ્યો છે પરંતુ જીએસટીમાં જે લોકવિરોધી જોગવાઈઓ છે તેનો જ કોંગ્રેસ વિરોધ કરે છે. સંસદની અંદર પણ અમે જીએસટીની કેટલીક બાબતો અને તેના સ્વપ તેમજ તેના અમલીકરણની પધ્ધતિ સામે વિરોધ કર્યો હતો અને સંસદની બહાર પણ અમે એટલા માટે જ વિરોધ કરી રહ્યા છીએ. જન સુખાકારીના હેતુ માટે જ અમારો વિરોધ છે. કોંગ્રેસની જીએસટી પર ડબલ પોલિસીનો વડાપ્રધાનનો આરોપ પાયાવિહોણો છે.

નોટબંધી અને જીએસટી બાદ ધંધા-રોજગારને ગંભીર અસર પહોંચી છે. ખાસ કરીને રાજકોટ જેવા શહેરમાં પણ નાના-મોટા ઉદ્યોગોને ગંભીર જફા પહોંચી છે. ગુજરાતની અને રાજકોટની જનતાએ વડાપ્રધાનમાં એક વિશ્ર્વાસ મુકયો હતો પરંતુ એમણે ગુજરાતી જનતા સાથે વિશ્ર્વાસ દ્રોહ કર્યો છે. રાજકોટ અને ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્ર્વાસ મુકયો હતો કે નોટબંધી ફાયદો કરાવશે અને તેમનું બલિદાન ભારતને કામ લાગશે પરંતુ એમનો વિશ્ર્વાસ અને આશાઓ પર પાણી ફરી વળ્યું છે કારણ કે, નોટબંધી બાદ 99 ટકા જૂની નોટો પાછી ફરી છે એનો અર્થ જ એ છે કે મોટાપાયે બ્લેકમની વ્હાઈટમાં કનવર્ટ થઈ છે અને ભ્રષ્ટાચારની માત્રા દેશમાં દિન-પ્રતિદિન વધી રહી છે.

જીડીપી વિકાસદરનો ઉલ્લેખ કરીને એમણે ભારે ચિંતા દશર્વિી હતી અને એમ કહ્યું હતું કે, 2017-18ના પ્રથમ કવાર્ટરમાં જીએસટી ઘટીને 5.7 ટકા થઈ ગયો છે અને જીએસટીમાં ઘટાડો તે અર્થતંત્રને ભયંકર રીતે ડેમેજ કરે છે. સમાજના નબળા વર્ગો પર તેની વધુ ઘાતક અસર થાય છે અને બિઝનેશ હિટ થાય છે. જીડીપીમાં એક ટકાનો ઘટાડો થાય ત્યારે દેશને ા.1.5 લાખ કરોડનો ફટકો પડે છે. આમ, જીડીપીના ઘટાડાએ અર્થતંત્રને પાયમાલ કરી દીધું છે.

વડાપ્રધાને કહ્યું કે, માનવ વિકાસના ક્ષેત્રમાં પણ ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતાં ઘણું પાછળ રહી ગયું છે. છેલ્લા 22 વર્ષમાં માનવ વિકાસમાં ગુજરાતનો ખરાબ દેખાવ રહ્યો છે. નવજાત શિશુના મૃત્યુનો દર, પ્રસુતિઓના મૃત્યુનો દર વધુ રહ્યો છે. મહિલાઓમાં નિરક્ષરતા વધી છે, આ ક્ષેત્રોમાં ગુજરાત, કણર્ટિક, કેરળ અને તામિલનાહ તથા હિમાચલ કરતાં પણ પાછળ રહી ગયું છે. પબ્લિક એજ્યુકેશનનું સ્તર ગુજરાતમાં સદંતર રીતે ઘટી ગયું છે અને તેને લીધે શિક્ષણનું ભયંકર રીતે ખાનગીકરણ થયું છે.
ભાવવધારાના મુદ્દા પર વડાપ્રધાને મોદી સરકાર પર એવો આરોપ મુકયો છે કે, ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા ઘટાડાનો લાભ મોદી સરકારે જનતાને પાસ કર્યો નથી પરિણામે બેફામ ભાવ વધારો થયો છે અને મોંઘવારીએ માજા મુકી છે. યુપીએના શાસનમાં આવું થયું ન હતું. ગુજરાતમાં વીજળીના દર પણ ખુબ જ ઉંચા છે અને અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ દર વસુલવામાં આવી રહ્યા છે. કોંગ્રેસની સરકાર આવશે તો આ સ્થિતિ નાબૂદ થશે અને લોકોને મોંઘવારીના ત્રાસમાંથી છૂટકારો મળશે.

print

Comments

comments

VOTING POLL