નોટબંધી સફળ કે નિષ્ફળ ?

November 8, 2017 at 6:01 pm


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીનાં લીધેલાં પગલાંને આજે ૮મી નવેમ્બર, ૨૦૧૭ અને બુધવારે એક વર્ષ પુરુ થયું છે. છેલ્લા એક વર્ષથી મોદીનો એ નિર્ણય વિવાદાસ્પદ રીતે ચર્ચાતો રહ્યો છે. તકલીફ તો ખૂબ થઈ હતી સામાન્ય નાગરિકોને પણ તેમની બ્રેડ પર માખણ લગાડી દેવામાં આવ્યું હતું કે, શ્રીમંતોએ દબાવી દીધેલાં કાળાં નાણાં કઢાવવા તેમને થોડું સહન કરવું પડશે.હજુ એ પણ જાહેર નથી થયું કે, પાછી ખેંચવામાં આવેલી બધી જ નોટસ પાછી આવી ગઈ? શું વડા પ્રધાને જે હેતુથી એ પગલું લીધું હતું તે હેતુ થોડા અંશે પણ સિદ્ધ થયું? નથી થયું એવું બધાને કેમ લાગ્યા કરે છે?
હજુ નોટબંધીની અળવિતરી અસરમાંથી લોકો બહાર આવે તે પહેલાં તો જીએસટીનો અમલ શ થઈ ગયો. એક કળ વળી નહોતી ત્યાં બીજી આવી ગઈ! નોટબંધીનો પહેલો સરકારી આશય કાળું નાણું બહાર લાવવા માટેનો હતો પણ આરબીઆઈના આંકડાઓ સૂચવે છે તે પ્રમાણે ૧૫.૪૪ લાખ કરોડની પ્રતિબંધિત કરન્સીમાંથી તેને આઠ મહિનામાં તો ૯૯ ટકા રકમ પાછી મળી ગઈ છે. નોટબંધીનો બીજો હેતુ– આતંકવાદને રોકવાનો હતો તે પણ બર આવ્યો નથી અને ત્રીજો– કેશલેસ ઈન્ડિયાનો હેતુ પણ સિધ્ધ થયો નથી.

લોકો પાસે રોકડ આવ્યા પછી સ્વાઈપ મશીનો હટી ગયાં છે અને રોકડા વ્યવહાર વધ્યા છે. સરકાર જે બતાવતી નથી અને સ્વીકારતી નથી તે બાબત એ છે કે નોટબંધીને કારણે દેશના મહત્તમ અસંગઠિત ધંધા–રોજગારોનો મૃત્યુઘટં વાગ્યો છે અને તેણે દેશની જીડીપીને નીચલા સ્તરે લાવી દીધી છે. વક્રતા તો એ છે કે નોટબંધીના બચાવમાં ઉતરેલા નાણામંત્રી અણ જેટલીએ તેમના કાર્યક્ષેત્રમાં આવવા છતાં આ જ કારણથી જીડીપી પર નોટબંધીની અસરનો જિકર કરવાનું મુનાસિબ માન્યું નથી
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ રાજકારણી બન્યા તે પહેલાના વિશ્ર્વના પ્રખર અર્થશાક્રી છે. એમણે મોદીના તમામ આર્થિક પગલાં અંગે પ્રતિક્રિયાઓ આપી છે. લોકો તેમને વડા પ્રધાન તરીકે ઓળખે છે, અર્થશાક્રી મનમોહનસિંહને વિસરી ગયા છે. તેમણે શઆતમાં જ કહ્યું હતું કે વિકાસદર ઘટશે, ઘટો. જીએસટીને જોખમી ગણાવ્યો હતો. જોખમી નીવડો. હવે પેદા થયેલા જખ્મો પર સરકારે સુધારાનો મલમ લગાડવો જ પડે છે!

print

Comments

comments

VOTING POLL