નોટિસ બાદ સફાળું જાગ્યું વોટ્સએપ, ફેક મેસેજથી બચવા યુઝર્સને આપી 10 ટીપ્સ

July 10, 2018 at 6:58 pm


દેશમાં ફેક મસેજથી મોબ લિચિંગની વધતી ઘટનાઆે પર કેન્દ્ર સરકારની નોટિસ બાદ સફાળા જાગેલા વોટ્સએપે છાપાઆેમાં જાહેરાત આપી લોકોને જાગૃત કર્યા છે. દેશના મુખ્ય અખબારોમાં આપવામાં આવેલી જાહેરાતે વોટ્સએપે નકલી મેસેજથી બચવાની 10 ટિપ્સ આપી છે. તેની સાથે જ આવનારા થોડાંક દિવસોમાં નવા ફીચર લાવવાનું પણ વચન આપ્યું છે, તેના પરથી ફેક મેસેજની આેળખ થઇ શકે. આપને જણાવી દઇએ કે સરકારે કંપનીને નકલી મેસેજો પર કાબૂ મેળવવા માટે જરુરી પગલાં ઉઠાવવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારે આવો અમે તમને જણાવી વોટ્સએપ પર ફેક મેસેજથી બચવા માટે શું-શું ટિપ્સ આપી છે
1. ફોરવર્ડ મેસેજથી રહો સાવધાનઃ અમે આ સપ્તાહથી તમારા માટે ખાસ સુવિધા લઇને આવી રહ્યા છીએ, જેના પરથી તમને ભાળ મેળવવામાં સરળતા રહેશે કે કયો સંદેશ ફોરવર્ડ કરાયો છે. જો તમે ફોરવર્ડ મેસેજ મેળવો છો તો એ વાતની તપાસ કરો કે શું આ સંદેશમાં હાજર તથ્ય સાચું છે કે નહી.
2. એવી માહિતીના તથ્યો પર પ્રશ્ન ઉઠાવો જે તમને પરેશાન કરે છે. જો આવા મેસેજમાં તમારી ભાવનાઆેને ઠેસ પહાેંચે છેં જો જવાબ હા હોય તો આ મેસેજ તમે બીજા સાથે શેર કે ફોરવર્ડ ના કરો.
3. એવી માહિતીની તપાસ કરો કે જેના પર વિશ્વાસ કરવો અઘરું હોય. આવા સમયે તમે કોઇ બીજા સ્ત્રાેત પાસેથી માહિતી મેળવી સચ્ચાઇ જાણવાની કોશિષ કરો.
4. ફેક ન્યૂઝ ફેલાવનારા મોટાભાગે ગેરવર્તણૂકનો પ્રયોગ કરતાં હોય છે. આવા મેસેજ રુટિન મેસેજ કરતાં થોડાંક અલગ તરી આવે છે.
5. ફોટો અને વીડિયો પરથી સરળતાથી વિશ્વાસ કરી લેવો જોઇએ, કારણ કે તમને ભ્રમિત કરવા માટે કેટલાંક ફોટો અને વીડિયોનું એડિટિંગ કરવામાં આવેલું હોઇ શકે. કયારેક તેનાથી વિપરિત એવું પણ બને કે ફોટો સાચો હોય પરંતુ તેની સાથે જોડાયેલી વાતાર્ ખોટી હોય.
6. હંમેશા કોઇ તમારી સાથે લિંક શેર કરે અને તમને તે વિચિત્ર લાગે તો ચોક્કસ ચકાસણી કરો. કયારેક બની શકે કે કેટલીક માહિતી ખોટી પણ હોય.
7. ઘટનાની સચ્ચાઇ જાણવા માટે બીજી સમાચાર સાઇટ્સ કે એપ્સને જુઆે. કયારેક કોઇ ઘટના સાચી જ હશે તો એક જ ઘટનાનો રિપોર્ટ એકથી વધારે વખત રજૂ થયેલો હશે ત્યારે સચ્ચાઇની સંભાવનાઆે વધી જાય છે.
8. સમજી વિચારીને મેસેજ શેર કરો. જો તમે મેસેજના સ્ત્રાેતને જાણતા જ નથી અથવા તો તમને લાગે છે કે આ મેસેજમાં હાજર માહિતી ખોટી હોઇ શકે છે તો કૃપ્યા તેને અન્ય લોકોને ના મોકલો.
9. તમે વોટ્સએપ પર કોઇપણ નંબરને બ્લોક કરી શકો છે કે કોઇપણ ગ્રૂપને છોડી શકો છો. તમારા વોટ્સએપ અનુભવ પર તમારું નિયંત્રણ રાખવા માટે આવી વિશેષતાઆેનો પ્રયોગ કરો.
10. ખોટા સમાચાર મોટાભાગે ફેલાય છે, કેટલી વખત તમે ધ્યાન ના આપો કે તમે મેસેજને કેટલીક વખત પ્રાપ્ત કર્યો છે. માત્ર એટલા માટે કે મેસેજ કેટલીય વખત શેર કરાયો છે. તેનો મતલબ એ નથી કે તે સમાચાર સાચા હોય.

print

Comments

comments

VOTING POLL