ન્યાયતંત્રમાં લડાઈ: કોમનમેન સ્તબ્ધ: પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ.ઠાકુર એક સમયે વડાપ્રધાન સામે ચોધાર આંસુએ રડયા હતા

January 22, 2018 at 12:26 pm


થોડા દિવસ પહેલાં એક સિનિયર જજે એક ટોચના પત્રકાર સાથે વાતચીતમાં એવી હળવી મજાક કરી હતી કે આપણા દેશમાં પત્રકારો અને લોયર્સ બન્નેમાં એક બાબત કોમન છે કે એ લોકો બન્ને ગોસિપ્ને પસંદ કરે છે. જો કે તેના પર રોજીરોટીનો આધાર રહેલો છે તે વાત પણ એટલી જ સત્ય છે પરંતુ કેટલીક વાતો ક્યારેક અત્યંત ગંભીર બની જાય છે. સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ જે રીતે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે બળવા જેવી સ્થિતિ ઉભી કરીને પત્રકાર પરિષદ યોજી તો દેશભરમાં અને ખાસ કરીને મીડિયામાં ગોસિપ શ થઈ હતી. ક્યારેક ક્યારેક ગોસિપ ફેક્ટનું પ પણ લઈ લે છે પછી તે પૂર્વ ટેલિકોમ મંત્રી ડી.રાજાની ન્યાયમૂર્તિ ચેલમેશ્ર્વર સાથે મુલાકાત હોય કે પછી વડાપ્રધાનના પ્રિન્સીપલ સેક્રેટરી મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને મળવા જાય. તો આ બધા ગોસિપ સાથે ફેક્ટ બની જતાં હોય છે.

સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજ દ્વારા મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે પત્રકાર પરિષદ યોજીને બળાપો ઠાલવવામાં આવ્યો અને આ ઘટના દેશના ઈતિહાસમાં પ્રથમવાર જ બની માટે કોમનમેનથી લઈને મીડિયાના ધુરંધરો સુધી તેની ડિબેટ અને ચચર્ઓિ શ થઈ ગઈ હતી અને સાથોસાથ બુદ્ધિજીવિઓએ એવો પ્રશ્ર્ન પણ ઉપસ્થિત કર્યો કે આ જે કંઈ થઈ રહ્યું છે તેમાં કોમનમેનનો વિશ્ર્વાસ ન્યાયતંત્ર પ્રત્યે ડગમગી તો નહીં જાય ને ? આ ચાર જજોએ ન્યાયતંત્રની જવાબદારી પર સ્પોટલાઈટ મુકી છે. પ્રશ્ર્ન એ નથી કે જજોને કોણ જજ કરે પરંતુ હવે તો એવી વાત આવી કે મુખ્ય ન્યાયમૂર્તિને કોણ જજ કરશે ? આ ચાર જજોએ સુપ્રીમ કોર્ટના આંતરિક ફરિયાદ નિવારણ મિકેનીઝમમાં રહેલા છીંડા તરફ ઈશારો કર્યો છે અને રોસ્ટરના માસ્ટર તરીકેની મુખ્ય ન્યાયમૂર્તિની અકબંધ સત્તાને પણ પડકારી છે. સામાન્ય રીતે કહીએ તો આ ચાર જજોએ મુખ્ય ન્યાયમૂર્તિ સાથે બેન્ચ ફિક્સિગંનો આરોપ મુક્યો અને જાહેરમાં એમ કહ્યું કે સુપ્રીમ કોર્ટની બેન્ચોને તર્કબદ્ધ રીતે કેસોની ફાળવણી થતી નથી અને તેમાં સિલેક્ટિવ વલણ અપ્નાવવામાં આવે છે.

બુદ્ધિજીવિઓમાં અને ટીવી પરની ડિબેટોમાં એવી ચર્ચા પણ જોર પકડી ગઈ છે કે ન્યાયતંત્રની અંદર કહેવાતાં ભ્રષ્ટાચારની બાબત પણ ચિંતાજનક છે. ચાર જજોએ આ બારામાં કોઈના નામ આપ્યા નથી પરંતુ ઓરિસ્સા મેડિકલ એડમિશન કૌભાંડની જે વિગતો છે તે ભ્રષ્ટાચારને ઉજાગર કરનારી છે. સિનિયર જ્યુડિશ્યલ ઓફિસરોની તેમાં તપાસ થવી જોઈએ તેવી પણ ચચર્િ ટીવીમાં નિષ્ણાતો કરી રહ્યા છે.

આમ જોઈએ તો ન્યાયતંત્ર અને શાસન તંત્રના સંબંધો વચ્ચેની કડવાશ વારંવાર ઉભરતી જ રહી છે અને હવે તે સ્કેનર હેઠળ છે. આ બન્ને વચ્ચે એક પ્રકારના અવિશ્ર્વાસનું વાતાવરણ પેદા થયેલું છે અને એટલા માટે જ ઘણા સમય પહેલાં પૂર્વ ચીફ જસ્ટિસ ટી.એસ.ઠાકુર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ચોંધાર આંસુએ રડી પડયા હતા. ન્યાયતંત્રની જાહેરમાં ટીકા બદલ તેઓ બાળકની જેમ રડયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક પોલિટીકલ એન્ગલ તેમાં આવી જતું હોય તેવું બધાને લાગે છે. આપણે ન્યાયતંત્રની કે તેની પદ્ધતિની કે કોઈ જજની ટીકા કરવાનો કોઈ હેતુ નથી કે આપણો એવો કોઈ ઈરાદો પણ ન હોઈ શકે પરંતુ ભૂતકાળમાં આજે જોઈએ તો કેટલાક રિટાયર્ડ ચીફ જસ્ટિસોને ગવર્નર તરીકે અથવા તો સરકારની સમિતિઓના વડા તરીકે નીમવામાં આવ્યા બાદ પોલિટીકલ દરમિયાનગીરીની શંકા વધુ દૃઢ બની જાય છે અને આમ થવાથી ભયંકર શંકાઓ પેદા થાય છે કે શાસક પોલિટીકલ ક્લાસની તરફેણમાં પોતાનું વલણ રાખવા માટે કેટલાક જજોને મજબૂર થવું પડતું હશે. પોલિટીકલી સેન્સેટીવ કેસોના જજમેન્ટમાં આવી કોઈ સંબંધોની અસર દેખાતી હશે કે કેમ તેવી ચચર્િ પણ જોર પકડી રહી છે અને નિષ્ણાતો આ બાબતે ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યા છે તો પછી પ્રશ્ર્ન સામાન્ય રીતે એવો ઉપસ્થિત થાય જ છે કે આ દેશના કોમનમેનની આસ્થા ન્યાયતંત્રમાં એક પવિત્ર સ્થાન જેવી છે તો તેનું શું ? સુપ્રીમ કોર્ટના ચાર જજોએ જાહેરમાં આવીને જે રીતે મુખ્ય ન્યાયમૂર્તિ સામે આક્ષેપ કર્યા છે તે ખરેખર સમગ્ર દેશ માટે એક ચિંતાની બાબત છે. સરકાર માટે, ન્યાયાધીશો માટે, વકીલો માટે એક ચિંતાનો વિષય છે. આવી ઘટનાઓ હવે વારંવાર બહાર ન આવે તે માટે ખુદ મુખ્ય ન્યાયમૂર્તિએ પોતાના હાઉસને ઓર્ડરમાં લાવવા માટે અને તેને ફરિયાદ મુક્ત બનાવવા માટેનો એક પવિત્ર કર્તવ્ય ધર્મ બજાવવો પડશે. ન્યાયતંત્ર આપણા દેશના ચાર પાયાઓ પૈકીનો એક પાયો છે અને તેને સદંતર રીતે પારદર્શક, વધુ વિશ્ર્વાસપૂર્ણ અને વધુ મજબૂત બનાવવાની જવાબદારી માત્ર મુખ્ય ન્યાયમૂર્તિની નથી પરંતુ તમામ ન્યાયાધીશોની છે અને સાથોસાથ શાસકીય પોલિટીકલ ક્લાસ એ પણ દેશહિત ખાતર પોતાના તમામ સ્વાર્થને બાજુ પર રાખીને ન્યાયતંત્રને કોઈ પણ શેહ-શરમની ઝંઝીરોથી જકડવાની પ્રથાને બંધ કરવી જોઈએ તો તે સૌથી મોટો રાષ્ટ્રપ્રેમ થયો ગણાશે.

print

Comments

comments

VOTING POLL