ન્યુ જર્સીની સુમા નાયર ગુજરાતી રેડિયો ટોક-શૉ પર કરશે જમાવટ

March 4, 2017 at 4:38 pm


ન્યુ જર્સીમાં સુગમ સંગીતની ધૂમ અને ગાયકીના શોખીનોમાં ઉત્સાહનો માહોલ છે. શનિવારે ન્યુ જર્સીના એડિસનની સુપ્રસિદ્ધ ગાયક અને બહુમુખી પ્રતિભા ધરાવનાર સુમા નાયર 12 વાગ્યા થી 2 વાગ્યા સુધી રેડિયો દિલ ડોટકોમ પર કૌશિક અમીનના ગુજરાતી રેડિયો ટોક-શો ‘છેલ છબીલો ગુજરાતી’માં ટોક-શોમાં લાઈવ ટોક કરશે. અને પોતાની સંગીતની કારકિર્દી વિષે વાતો કરશે. તેઓ શ્રોતાઓને પોતાની સંગીતમય દુનિયાની સફર કરાવશે. આ લાઈવ ગુજરાતી રેડીઓ ટૉક શૉના કૉ હૉસ્ટ તરીકે વિજય ઠક્કર તેમનો સાથ આપશે.

રેડિયો દિલ ડોટકોમ પર આ શો લાઈવ પણ સાંભળી શકાય છે અને ઈન્ટરનેટ તેમજ મોબાઈલ એપ રેડિયો દિલ ડોટકોમ દ્વારા પણ તેને સાંભળી શકાશે. ઈન્ટરનેટ પર તો આ ગુજરાતી રેડિયો ટોક-શો વર્લ્ડવાઈડ સાંભળી શકાશે.

print

Comments

comments

VOTING POLL