ન્યૂક્લિયર મટીરિયલથી હથિયાર બનાવી રહ્યું છે ભારતઃ પાક.નો આક્ષેપ

May 19, 2017 at 7:50 pm


કુલભૂષણ જાધવ કેસમાં આઇસીજેમાં થયેલી હાર બાદ ગભરાયેલું પાકિસ્તાન હવે ભારત પર પાયા વગરના આરોપો લગાવવામાં લાગી ગયુ છે. ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ અંતર્ગત શાંતિપૂર્ણ હેતુ માટે મળેલા ન્યૂક્લિયર મટીરિયલનો ઉપયોગ ભારત હથિયાર બનાવવામાં કરી રહ્યું હોવાનો પાકિસ્તાને આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ ઝકરિયાએ જણાવ્યું કે, સિવિલ ન્યૂક્લિયર ડીલ અને એનએસજીની છૂટ અંતર્ગત આયાત કરવામાં આવતા ન્યૂક્લિયર ફ્યૂલ, ઈક્વિપમેન્ટ અને ટેકનિકનો ભારત દ્વારા અન્ય કાર્યોમાં ઉપયોગ કરવાના ખતરા અંગે પાકિસ્તાન સતત કહેતું આવ્યું છે.

ઝકારિયાએ કહ્યું, આ ચિંતા નવી નથી. ભારત ન્યૂક્લિયર મટીરિયલનો ઉપયોગ તેના હથિયાર વિકસાવવા કરતું આવ્યું છે. ભૂતકાળમાં પણ ભારત સાથે ન્યૂક્લિયર મટીરિયલના ખોટા ઉપયોગનો મુદ્દો સંકળાયેલો રહ્યો છે, જેની પાકિસ્તાનની નેશનલ સિક્યુરિટી અને દક્ષિણ એશિયાના દેશો પર દૂરગામી અસર પડી શકે છે.

print

Comments

comments

VOTING POLL