ન્યૂ યોર્કથી મુંબઈ નોન સ્ટોપ ફ્લાઈટ શરૂ કરવાની ડેલ્ટા એરલાઈન્સની યોજના

May 26, 2018 at 10:47 am


આવતા વરસથી ન્યૂ યોર્કથી મુંબઈ નોન સ્ટોપ ફ્લાઈટ શરુ કરવામાં આવશે, એમ અમેરિકાની ટોચની ગણાતી ડેલ્ટા ઍરલાઈન્સે કહ્યું હતું. ડેલ્યા ઍરલાઈન્સે વર્ષ 2009માં ન્યૂ યોર્કથી મુંબઈ નોન સ્ટોપ ફ્લાઈટ બંધ કરી હતી. આ સેવા ફરી શરુ કરવાની જાહેરાત કરતા અમે ખૂબ જ ઉત્સાહિત બની ગયા છીએ એમ જણાવતાં ઍરલાઈન્સના સીઈઆે ઈડી બાસ્ટિયને સંબંધિત દેશોમાં સરકાર સંચાલિત ઍરલાઈન્સોને સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીનો મુદ્દાે ઉકેલવાને મામલે યુએઈ અને કતાર સાથે અમેરિકાએ કરેલા કરારને પગલે આ જાહેરાત આવી પડ બાસ્ટિને કહ્યું હતું. આ નિર્ણય બદલ અમે સંબંધિત તમામ દેશોની સરકારનો આભાર માનીએ છીએ, એમ તેમણે કહ્યું હતું. ન્યૂ યોર્ક નોન સ્ટોપ ફ્લાઈટના સમયપત્રકની વિગતો આ વર્ષના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હાલ યુનાઈટેડ ઍરલાઈન્સ અને ઍર ઈન્ડિયા ભારત અને અમેરિકા વચ્ચે નોન સ્ટોપ ફ્લાઈટની સેવા આપે છે.

print

Comments

comments

VOTING POLL