પંચાયત હસ્તકની કચેરીઆેમાં વધુ 416 કર્મચારીઆેની નિયુક્તિ

April 19, 2017 at 9:16 pm


87 તલાટી, 39 જુ.ક્લાર્ક અને 157 મલ્ટીપપૅઝ હેલ્થ વર્કર અને 133 ફીમેલ હેલ્થ વર્કરોને આજે સંસદિય સચિવનાં હસ્તે અપાનારા નિમણૂંક આેર્ડર

જીલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં 87 તલાટી, 39 જુ.ક્લાર્ક અને 157 મલ્ટીપપૅઝ હેલ્થ વર્કર અને 133 ફીમેલ હેલ્થ વર્કર મળીને કુલ 416 જગ્યા માટે પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યા બાદ મેરીટના આધારે પસંદગી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજરોજ સ્થળ પસંગદી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નવ નિયુક્ત તમામ કર્મચારીઆેને આવતી કાલે સંસદિય સચિવનાં હસ્તે નિમણૂંક આેર્ડર એનાયત કરવામાં આવશે.

મળતી વધુ માહિતી મુજબજીલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં તલાટી, જુ.ક્લાર્ક,મલ્ટીપપૅઝ હેલ્થ વર્કર અને ફીમેલ હેલ્થ વર્કર મળીને કુલ 416 જગ્યા માટે પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉતણીૅથનાર તમામ પરિક્ષાથીૅઆેમાંથી મેરીટને આધારે પસંદગી કરવામાં આવ્યા બાદ તમામને સ્થળ પસંદગી માટે આજરોજ જીલ્લા પંચાયત કચેરી ખાતે રૂબરૂમાં બાેલાવામાં આવ્યા ત્યારે જીલ્લા પંચાયત પ્રમુખ કૈાશલ્યાબેન માધાપરિયા પણ ખાસ હાજર રહ્યાા હતાં અને સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે આગળ વધે તે બાબત ઉપર ભાર મુક્યો હતાે.

આ તકે 87 તલાટી, 39 જુ.ક્લાર્ક અને 157 મલ્ટીપપૅઝ હેલ્થ વર્કર અને 133 ફીમેલ હેલ્થ વર્કર મળીને કુલ 416 જેટલા નવ નિયુક્ત કર્મચારીઆેએ પાેતાની ઇચ્છાથી સ્થળ પસંદગી ઉપર મહોર મારવામાં આવી હતી. તાે જે ઉમેદવારો એક કરતાં વધુ જગ્યા માટે પસંદ પામ્યા હતાં તેઆેને કોઇપણ એક જગ્યાએ કાયમી રહેવા અને બાકીનાે હક જતાે કરવા માટેનાે બાહેધરી પત્ર પણ લખાવામાં આવેલ.

જોકે, નિમણૂંક આેર્ડર આવતી કાલે ભુજનાં ટાઉનહોલ ખાતે યોજનાર ખાસ કાર્યક્રમમાં જ આપવામાં આવશે. સંસદિય સચિવ વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં નવ નિયુક્ત તમામ કર્મચારીઆેને સવારનાં 10/30 કલાકે નિમણૂંક આેર્ડર એનાયત કરવામાં આવનાર છે, ત્યારે જીલ્લા પંચાયત પ્રમુખ કૈાશલ્યાબેન માધાપરિયા, પક્ષ પ્રમુખ કેશુભાઇ પટેલ, મહામંત્રી શૈલેન્દ્રિંસહ જાડેજા, કચ્છ કલેકટર મુકુલ ગાંધી, ડીડીઆે સી.જે.પટેલ સહિતનાં અધિકારી પણ ખાસ હાજર રહેશે.

print

Comments

comments

VOTING POLL