પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પર તેમના જ મતવિસ્તારમાં જુતુ ફેકાયું!

January 11, 2017 at 3:12 pm


પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પર તેમના જ મતવિસ્તારમાં જુતુ ફેંકાવાની ઘટના સામે આવી છે. બાદલ જયારે જનતા દરબારમાં લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. બાદલ પર તેમના જ મતવિસ્તાર લંબીમાં જુતુ ફેંકાયું છે. તેમના પર જુતુ ફેંકનાર વ્યક્તિની ઓળખ ગુરબખ્શ સિંહ તરીકે કરવામાં આવી છે, જે 25 વર્ષનો એક યુવક છે અને તેની હાલમાં અટકાયત કરવામાં આવી છે.

આ પેહલા ભટિંડામાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૩ આપ કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. સમાચાર એવા પણ છે કે અકાલી દળના કાર્યકર્તાઓએ ધમકી આપી છે તેઓ આ વિસ્તારમાં અન્ય કોઈ પક્ષના પોસ્ટર નહીં લાગવા દે અને ન કોઈ રેલી યોજાવા દેશે. પંજાબમાં 4 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

print

Comments

comments

VOTING POLL