પંજાબ બેન્કે ઓરિયેન્ટલ મેડિકલેઈમ પોલિસીના પ્રિમીયમમાં સાડા ત્રણગણો વધારો ઝીંકી દેતાં દેકારો

April 16, 2018 at 4:16 pm


પંજાબ નેશનલ બેન્કે ઓરિએન્ટલ રોયલ મેડીકલેઈમ પોલીસીના પ્રિમીયમમાં કોઈ જાતની પૂર્વ જાણ વિના સાડાત્રણ ગણો પ્રિમીયમ વધારો ઝીંકી દેતા આવા પોલીસી ધારકોમાં દેકારો બોલી ગયો છે. આ અંગે સંગઠિત થઈને પ્રિમીયમ પૂર્વવત કરવા લડત આપવા નકકી કરાયું છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ પંજાબ નેશનલ બેન્કની ઓરીએન્ટલ રોયલ મેડીકલેઈમ પોલીસી કે જેમાં ૧ લાખના વિમા માટે રૂા.૧૭૪૯– પ્રિમીયમ હતું. જે સૌથી નીચાદરનું હોવાના કારણોવસાત અન્ય કંપનીની પોલીસી વરિ નાગરિકોએ રદ કરાવી આ વિમા પોલીસીનું સુરક્ષિત કવચ ધારણ કરેલું હતું. પરંતુ કં૫નીએ તા.૧થી કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી કે વીમા ધારકોને આપવાપાત્ર રિન્યુઅલ નોટીસ કે નવા પ્રિમીયમની કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા સિવાય એકાએક વીમાની રિન્યુઅલ ફી કે જે રૂા.૧,૦૦,૦૦૦– ઉપર રૂા.૧,૭૪૯– હતી તે વધારી રૂા.૬,૦૯૯– કરી નાખેલ છે જે દલા તરવાડીના રીંગણા લઉ બે ચાર કે લ્યોને દસ બાર જેવી સ્થિતિ કંપની દ્રારા પ્રસ્થાપિત કરવામાં આવી છે જેના કારણોવસાત વયોવૃધ્ધોને હવે તદન લાચારી અવસ્થામાં વીમાના કવચ વગર જિંદગીના છેલ્લા વર્ષેા દુ:ખદ પરિસ્થિતિમાં પસાર કરવાનો સમય આવેલ છે. કારણ કે, હવે આ ઉંમરે અન્ય વીમા કંપનીઓ તેઓની કંપનીમાં પ્રિમીયમ ભરેલા વયોવૃધ્ધોને નવા પ્રિમીયમની રકમ કોઈપણ સંજોગોમાં પોષાય તેમ નથી.

વીમો આપતી વખતે જે જે પ્રિમીયમ નકકી કરવામાં આવેલ હતાં. તેટલા જ પ્રિમીયમ તથા નવા કાયદાના જીએસટી કે બીજા ભરવાપાત્ર કરોના વધારા સિવાયના અન્યાયી તમામ વધારા પરત ખેંચી વિમાધારકોની પોલીસી ન્યાયસંગત તથા ગ્રાહક સુરક્ષાના કાયદા સાથે સુસંગત થાય તે રીતે નકકી કરી જુના દરે ફરીથી વીમા પોલીસી રિન્યુ થાય તેમ નહીં થાય તો અન્યાય પામેલા સધળા વીમા ધારકો ગ્રાહક સુરક્ષા અભિયાનમાં જોડાવા વિનંતી છે. પોલીસી ધારકો આ બાબતે સંગઠીત બનીને લડત આપનાર છે

print

Comments

comments

VOTING POLL