પગાર ન ચૂકવાતા ભાટીયા સફાઇ કામદારોની હડતાલ

January 12, 2018 at 1:00 pm


ભાટીયા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ત્રણ માસથી પગાર નહી ચૂકવાતા સફાઇ કામદારો ગ્રામ પંચાયતની બહાર હડતાલ કરી બેસી ગયા હતાઃ 1પ જેટલા સફાઇ કામદારોને છેલ્લા ત્રણ માસથી પગાર નહી ચૂકવાતા તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

ભાટીયા ગ્રામ પંચાયતમાં 1પ જેટલા સફાઇ કામદારોને છેલ્લા ત્રણ માસથી પગાર ચૂકવવામાં આવ્યો ન હતો, તેને કારણે તેઆેનું ઘર નિવાર્હ ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું, ત્યારે સફાઇ કામદારોએ ત્રણ મહિના સુધી ફરજ નિભાવી હતી, છતાં પણ પગાર નહી ચૂકવાતા શુક્રવારે સવારે તંત્ર સામે રોષ વ્યક્ત કરી ધરણાં પર બેઠી ગયા હતા, કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં દરરોજ ગામના રસ્તાઆેની સફાઇ કરતાં કામદારોને ગ્રામ પંચાયત દ્વારા પગાર ન કરવામાં આવતા સાફ સફાઇના અનેક કામો અધૂરા રહી જવા પામ્યા હતા અને કામદારોએ સવારથી જ હિથયારો નીચે મુકી દીધા હતા અને સફાઇ કરી ન હતી.

રમેશભાઇની આગેવાની નીચે વાલાભાઇ, દેવાભાઇ, ગોવિંદભાઇ, રસિકભાઇ અને 6 થી 7 મહિલાઆે સહિત પંચાયત સામે સફાઇ કામદારોએ ધરણાં કર્યા હતા અને જ્યાં સુધી પગાર નહી ચૂકવાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું, પંચાયતે જણાવ્યું હતું કે, સફાઇ કામદારોની ગ્રાન્ટ આવી નથી, આખો દિવસ હડતાલ ચાલુ રહી હતી. હડતાલ દરમ્યાન એક પણ અધિકારી ફરક્યા ન હતા.

print

Comments

comments

VOTING POLL