પચ્છિમ યુપીમાં આફતનો વરસાદ: 12 લોકોના મોત

July 27, 2018 at 10:47 am


પશ્ર્ચિમ યુપીમાં ભારે વરસાદથી 12 લોકોના મોત નિપજ્યા છે. ત્યાંના લગભગ દરેક જિલ્લામાં મૂશળધાર વરસાદ પડયો છે. શહેરોમાં આવેલી ગલીઓ જળમગ્ન છે તો ખેતરમાં પાણી પાણી થઈ ગયા છે.
મુઝફફરનગરના ખતોલીમાં વરસાદના પાણીમાં કરંટ લાગવાથી બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. જ્યારે હાપુડમાં દિવાલ તૂટી પડવાથી પાંચ વર્ષીય માસૂમ અને બરેલીમાં એક બાળકનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત વ્રજમાં વરસાદને કારણે આઠ લોકોના જીવ ગયા હતાં. બાગપતમાં ફખરપુર રેલવે હોલ્ટ પાસે રેલ ટ્રેક તૂટી પડયો હતો જેનાથી પેસેન્જર ટ્રેન, જનતા એક્સપ્રેસ કલાકો સુધી થંભી ગઈ હતી. હથીનીકુંડથી છોડવામાં આવેલા 1.36 લાખ ક્યુસેક પાણી બાદ યમુના નદી ઉફાણ પર આવી ગઈ છે.
મેરઠમાં બુધવારે 24 કલાકમાં ભારે વરસાદ વરસી જવા પામ્યો હતો. બાગપતમાં વરસાદનું પાણી ભરવાથી ફખરપુર રેલવે હોલ્ટ પાસે ટ્રેક તૂટી ગયો હતો. નાનૌતાના મોહલ્લા સરાવજ્ઞાનમાં મહિલાનો પગ લપસી જતાં છત પરથી પડીને મોત નિપજ્યું હતું. બરેલીના ગ્રામ્ય ક્ષેત્રમાં દિવાલ તૂટી પડતાં એક બાળક મોતને ભેટયું હતું.
મૂશળધાર વરસાદે આખા વ્રજને પાણી પાણી કરી દીધું છે. આગ્રાના ધનોલીમાં વરસાદને કારણે બાળકી અને એત્માદપુરમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતાં.

print

Comments

comments

VOTING POLL