પડધરીના મેટોડા ગામની જમીન અંગે દાવો ચાલુ હોવાના સંજોગોમાં રેવન્યુ નોંધ કરવા મામલતદારનો હુકમ

October 6, 2017 at 12:47 pm


પડધરીના મેટોડા ગામે ધનીબેન કાનાભાઈ વા/ઓ. ડાયાભાઈ ધનાભાઈના સ્વતંત્ર નામે ખેતીની જમીન હે.આરે. 1-61-94 ચો.મી. આવેલ. આ જમીન તેઓએ સોમાભાઈ ભાણાભાઈ મકવાણાને રજી.દસ્તાવેજથી વેપાણ આપી હતી અને તે અંગેની રેવન્યુ રેકર્ડમાં નોંધ પડાવવા અરજી કરતા સરદહં રેવન્યુ રેકર્ડની નોંધ સામે વાદી હંસાબેન ડાયાભાઈ વા/ઓ ભીમજીભાઈ ચૌહાણ દ્વારા મામલતદાર સમક્ષ વાંધા અરજી રજૂ કરાઈ હતી. આ તકે કેસમાં વાદીએ એવી દાદ માંગેલ કે સદરહં જમીનમાં અમારો વારસાઈ હકક આવેલ છે અને આ સંબંધે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલ હોય તેઓને સાંભળવા અને જ્યાં સુધી આ સિવિલ દાવાનો નિકાલ ન થાય ત્યાં સુધી રેવન્યુ રેકર્ડમાં જમીન ખરીદનારના નામે નોંધ મંજુર ન કરવા માંગણી કરેલ હતી.

આ કેસમાં જમીન વેચનાર ધનીબેન વતી તેમના વકીલ દિલીપ એન. જોષીએ રજૂઆત કરેલ છે કે સદરહં જમીનમાં વાદીએ વારસાઈ હકક માગેલ છે પરંતુ સદરહં ખેતીની જમીન ફકતને ફકત ધનીબેનના નામે અને ખાતે આવેલ છે અને વાદી વાંધેદારને વારસાઈ હકક મુજબ થતી રકમ રોકડેથી ચુકવી આપેલ છે છતાં વધુ રકમ પડાવવી વાદી કાવાદાવા કરી રહેલ છે. જ્યારે પ્રતિવાદી નં.2 એટલે કે ખેતી જમીન ખરીદનાર વતી એડવોકેટ દિપક મહેતા તથા રાજેન્દ્રસિંહ એચ ઝાલાએ એવી રજૂઆત કરેલ કે જમીન ખરીદનાર બોનાફાઈડ પરચેઝર છે અને હાઈકોર્ટના વિવિક ચુકાઓ રજૂ રાખી દલીલ કરેલ કે જ્યારે રજી.દસ્તાવેજ હોય તો તે અંગે રેવન્યુ રેકર્ડમાં નોંધ કરવી જોઈએ તથા નોંધ કરતી વખતે એવું પણ ધ્યાને ન લઈ શકાય કે સિવિલ કોર્ટમાં કેસ સબ જયુડીશ પેન્ડીંગ છે તેમજ તે અંગે કોઈપણ વાંધા આવે તો તે ધ્યાને લેવા ન જોઈએ અને તેની રેવનયુ રેકર્ડમાં નોંધ દાખલ કરવી જોઈએ.
પડધરી મામલતદાર દ્વારા બન્ને પક્ષે થયેલ રજૂઆતો અને દલીલો ધ્યાને લઈ પ્રતિવાદી તરફથી રજૂ થયેલ હાઈકોર્ટના ચુકાદાઓ ધ્યાને લેતા રજી દસ્તાવેજ મુજબ નોંધ કરવા પાત્ર થતી હોય નોંધ પ્રમાણીત કરવા ઠરાવવામાં આવેલ છે.
આ કેસમાં જમીન વેચનાર વતી સિવિલ ક્ષેત્રના જાણકાર વકીલ દિલીપભાઈ જોષી તથા ખેતીજમીન ખરીદનાર વતી સિવિલ અને રેવન્યુ ક્ષેત્રના જાણકાર વકીલ દિપક મહેતા અને રાજેન્દ્ર ઝાલા રોકાયેલ હતા.

print

Comments

comments

VOTING POLL