પતંગ-દોરાથી ઘવાયેલા પક્ષીઆેની સારવાર માટે ગુરૂવારથી રાજકોટમાં 10 દિવસ કરૂણા અભિયાન

January 9, 2019 at 6:34 pm


રાજ્યભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઆેને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબંધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઆેને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી બે વર્ષથી કરૂણા અભિયાન શરૂ કરાયું છે. તા.10મીથી તા.20-01 દરમિયાન આ અભિયાન હેઠળ રાજ્યભરના તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસિપલ કમિશનરની પ્રત્યક્ષ દેખરેલ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઆે પાંજરાપોળો, વિÛુત બોર્ડ અને રાજ્યભરમાં પથરાયેલા વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઆે વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઆેને બચાવવાન કામગીરી સુઆયોજિત ઢબે હાથ ધરાશે. આ અભિયાનમાં જીવદયાપ્રેમીઆે અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઆે સાથે સંકલન કરવું અને તેમને જિલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટાપાયે સાંકળવું એ અતિ મહત્વનો અભિગમ રહેશે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઇન, વિવિશ સ્થળોએ આેપરેશન િથયેટર તેમજ પક્ષીઆેના સારવાર કેન્દ્રાે ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઆેને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઆે તેમજ પશુચિકિત્સક અધિકારીઆે, માહિતી ખાતુ, ડેરી તેમજ દુધ મંડળી તેમજ અન્ય વેટરનરી ડોકટરો સહિતનાઆેને પણ સામેલ કરવામાં આવેલ છે. તદ્ઉપરાંત આ અભિયાન હેઠળ ચાઇનીઝ દોરી અથવા ચાઇનીઝ માંજાનો ઉપયોગ ન થાય તે અંગે જાગૃતિ કેળવાય તેમજ પતંગ ચગાવવાના ઉમંગમાં અબોલ જીવોને હાની ન થાય તે અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું તેમજ મોબાઇલવાન મારફતે જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવાનું નકકી કરાયેલ છે.
આગામી મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે એસ.પી.સી.એ. અને જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા સમગ્ર જિલ્લામાં પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઆે માટે કંટ્રાેલરૂમ શરૂ કરવામાં આવશે. જિલ્લાના તમામ તાલુકા સ્તરના 20થી વધુ પશુ દવાખાનાઆેમાં 30થી વધુ વેટરનરી ડોકટરોની ટીમ હાજર રહેશે અને પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઆેની સારવાર-સુશ્રુષા કરશે. તમામ દવાખાના મકર સંક્રાંતિએ સવારે 9થી સાંજે 8 સુધી ખુલ્લા રહેશે.
પતંગના દોરાથી વિÛુત તારોમાં ફસાયેલા પક્ષીની મદદ માટે પીજીવીસીએલ ટોલ ફ્રી નં.1800233155333 અને 19122 પર સંપર્ક થઇ શકશે.
ઉતરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઆેને બચાવવા મા.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં તા.10મીથી તા.20 જાન્યુઆરી સુધી ચાલનારા રાજકોટ જિલ્લાના કરૂણા અભિયાન અંગે રાજકોટ કલેકટર ડો.રાહુલ ગુપ્તા, અધિક કલેકટર પી.બી.પંડયા, ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સભ્ય મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઇનના પ્રતિક સંઘાણી, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઇ શેઠ, એસપીસીએના જયેશ ઉપાધ્યાય, ડો.માધવ દવે, રાજકોટ મહાજન પાંજરાપોળના અગ્રણીઆે, પંચનાથ એનીમલ હોસ્પિટલનાં દેવાંગભાઇ માંકડ અને મયુરભાઇ શાહ, ચંદ્રેશભાઇ પટેલ, શૈલેષભાઇ ચૌહાણ, રાહુલ ખિવસરા, શૈલેષભાઇ જાની, કેતન બોરીસાગર, દિવ્યેશભાઇ લુંભાણી, પશુપાલન વિભાગના ડો.બી.જે.વઘાસીયા, સીએફઆે એ.સી.પટેલ, ડીએફઆે એમ.એમ.મુની, વન વિભાગના અધિકારીઆે, રમેશભાઇ ઠકકર, ધીરૂભાઇ કાનાબાર, એડવોકેટ કમલેશ શાહ, ઘનશ્યામભાઇ ઠકકર, પંચવટી શ્વેતાંમ્બર મૂતિર્પૂજક જૈન તપોગચ્છ સંઘ, પરેશભાઇ વારો, નિલેશભાઇ દોશી, વાઇલ્ડ સૌરાષ્ટ્ર સંસ્થા, ડો.મીલન ભરાડ, ભાવેશ ત્રિવેદી, ભાવીન પટેલ, મનીષ ત્રિવેદી, જીવદયા ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ સહિતનાઆે જહેમત ઉઠાવી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL