પતંજલિના મતે આઈપીએલ વિદેશી: જાહેરાત આપવાનો ઈન્કાર

March 15, 2018 at 11:02 am


બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ આઇપીએલમાં એડ્ નહી કરે. કંપનીના મતે ક્રિકેટ અને ખાસ કરીને આઇપીએલ વિદેશીઆેની ગેમ છે. પતંજલિના સીઇઆે આચાર્ય બાલકિષ્નએ જણાવ્યું હતું કે, રમત અત્યારે જે સ્વરૂપમાં છે (ખાસ કરીને આઇપીએલ) તે ઉપભોકતાવાદને પ્રાેત્સાહન આપે છે અને મિલ્ટનેશનલ કંપનીઆે તેની સ્પોન્સર્સ છે. પતંજલિ કુશ્તી અને કબડ્ડી જેવી ભારતીય રમતોમાં રોકાણ કરશે અને પાયાના સ્તરથી તેને પ્રાેત્સાહન આપશે.
આઇપીએલ ક્રિકેટની તગડી કમાણી કરતી અને સૌથી સમૃિÙ વૈશ્વિક ટુનાર્મેન્ટ છે, જે એકાદ પખવાડિયામાં શરૂ થશે. પતંજલિનો સમાવેશ દેશના અગ્રણી એફએમજીસી એડ્વટાર્ઇઝર્સમાં થાય છે. તેનું વાર્ષિક એડ્ બજેટ રૂા.પ70-600 કરોડ છે. કંપની મેઇનસ્ટ્રીમ મીડિયામાં એડ્ કરવાને બદલે ડિજિટલ અને સોશિયલ મીડિયામાં હાજરી વધારી રહી છે.

પતંજલિએ ગયા વર્ષના પ્રારંભે પ્રાે-રેસલિંગ લીગની સ્પોન્સરશિપ મેળવી હતી. કંપનીએ બે વર્ષ પહેલાં કબડ્ડી વર્લ્ડ કપ પણ સ્પોન્સર કર્યો હતો.
બાલકિષ્નએ જણાવ્યું હતું કે, અમે દેશની સંસ્કૃતિને પ્રાેત્સાહિત કરતા સ્થાનિક સ્પોટ્સમાં રોકાણ ચાલુ રાખીશું. જોકે, નિષ્ણાતો પતંજલિની વાતથી સંમત નથી. દેશના સૌથી મોટા કમ્યુનિકેશન્સ ગ્રુપ મેડિસન વર્લ્ડ સામ બલસારાના જણાવ્યા અનુસાર ક્રિકેટને ભાગ્યે જ કોઇ વિદેશી રમત કહી શકે. ભારતીય ક્રિકેટ કંટ્રાેલ બોર્ડ (બીસીસીઆઇ) પણ વિદેશી એન્ટિટી નથી.

રસપ્રદ વાત એ છે કે, પતંજલિ ગ્લોબલ ઇ-કોમર્સ કંપની એમેઝોન પર પ્રાેડકટ્સનું વેંચાણ કરે છે. આઇપીએલ 11માં વર્ષમાં પ્રવેશી છે. જેમાં સમાન્ય રીતે એડ્વટાર્ઇઝર્સનું આર્કષણ જોવા મળે છે. સ્ટાર ઇન્ડિયા અત્યારે દેશભરના એડ્વટાર્ઇઝર્સ સાથે મોટી ડીલ્સ માટે સક્રિય છે. ઉલ્લેખનીય છે કે, સ્ટાર ઇન્ડિયાએ આઇપીએલના પાંચ વર્ષ માટેના ગ્લોબલ રાઇટ્સ રૂા.16,437.પ કરોડમાં ખરીદ્યા હતાં. ચાલુ સપ્તાહે સ્ટારે વિવો, કોકા-કોલા, એશિયન પેઇન્ટ્સ, ફોર્ડ, પારલે પ્રાેડકટ્સ અને રિલાયન્સ જીઆે સહિત 34 એડ્વટાર્ઇઝર્સ સાથે કોન્ટ્રાકટ કર્યો છે. આઇપીએલ ભારતમાં સૌથી વધુ જોવાતી ઇવેન્ટ છે. ટેલિવિઝન વ્યુઅરશિપ મેઝરમેન્ટ એજન્સી બ્રાેડકાસ્ટ આેડિયન્સ રિસર્ચ કાઉન્સીલ (બીએઆરસી)ના આંકડા પ્રમાણે આઇપીએલની વ્યુઅરશિપ 1.રપ અબજ ઇમ્પ્રેશન્સ સાથે ર017માં રર.પ ટકા વધી હતી. સાદી ભાષામાં કહીએ તો આઇપીએલને ગઇ સીઝનમાં 41.1 કરોડ દર્શક મળ્યા હતાં. પતંજલિએ ર016-17માં રૂા.10,પ61 કરોડનું વેંચાણ કર્યું હતું, જે દેશના સૌથી મોટા એડ્વટાર્ઇઝર એચયુએલના 33 ટકા છે. આયુર્વેદની મજબૂત બ્રાન્ડ સાથે શરૂ થયેલી કંપનીનું વેંચાણ ર011-1રના રૂા.4પ3 કરોડથી ર0 ગણું ઉછળી ર016-17માં રૂા.10,પ61 કરોડ પહાેંચ્યું છે.

print

Comments

comments

VOTING POLL