પતિના ત્રાસથી કંટાળીને મહિલા ઝેરી ટીકડા ખાઈ પોલીસ સ્ટેશન પહોંચી

February 1, 2018 at 4:42 pm


ધરમનગરના આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી મહિલાએ પતિના ત્રાસથી કંટાળી જઈ ઝેરી ટીકડા ખાઈ મહિલા પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા ગયા બાદ પોલીસ વાનમાં સારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડી હોવાનો બનાવ બનવા પામ્યો છે. બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ 150 ફૂટ રિંગરોડ પર આવેલ ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી સોનલબેન મહેન્દ્રભાઈ ધુણીયાધર ઉ.વ.41 નામની ભીલ મહિલાને તેનો પતિ મહેન્દ્ર નાની નાની બાબતે ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હોય જેથી મહિલાએ કંટાળી જઈ આજે સવારે પોતાના ઘરેથી નીકળ્યા બાદ પતિના ત્રાસથી કંટાળી જઈ રસ્તામાં કોઈ જગ્યાએ ઝેરી ટીકડા ખાધા બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિધ્ધ ફરિયાદ નોંધાવા ગઈ હતી તે દરમિયાન મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા ઢળી પડતા પોલીસની પીસીઆર વાનમાં તાત્કાલિક સારવારમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બનાવના પગલે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

રૈયા ચોકડી પાસે યુવાનને વિપ્ર શખસે ધોકાવ્યો
સામાકાંઠે દુધની ડેરી પાસે લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતો અને ટ્રક, બસમાં ગ્રીસ લગાવવાનું કામ કરતો વસીમ મુનાફભાઈ લુહાર ઉ.વ.21 નામના યુવાને અગાઉ 150 ફૂટ રિંગરોડ પર આવેલ અમૃતા હોસ્પિટલ સામે ખાનગી બસ સ્ટેશનમાં સંચાલન કરતા ધર્મેશ જોષી નામના વિપ્ર શખસની બસમાં ગ્રીસ કામ કર્યુ હોય જેના પૈસા લેવા ગયો ત્યારે ધર્મેશ જોષી સામે બોલાચાલી થતાં માર મારતા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL