પતિના માસિક આવકના 25 ટકા રકમ પૂર્વ પત્નીને મળવી જોઈએ: સુપ્રીમ

April 21, 2017 at 11:18 am


પતિ-પત્નીના ઝઘડા અને પત્નીએ કરેલા દાવાના કેસ તો ઘણા આવતાં જ રહે છે પરંતુ સુપ્રીમ કોર્ટે મેઈન્ટેનન્સ માટેની નવી સીમા નક્કી કરીને એક કેસમાં પતિને એવો આદેશ આપ્યો છે કે પતિની કુલ આવકના 25 ટકા જેટલી રકમ જીવનનિવર્હિ તરીકે પત્નીને આપવી પડશે. સુપ્રીમની બેન્ચે આ આદેશ કરીને એમ ઠરાવ્યું છે કે આવા કેસમાં પત્નીને 25 ટકા રકમ આપવી તે જ ન્યાયસંગત અને યથાયોગ્ય છે.
ન્યાયમૂર્તિ બાનુમથી અને ન્યાયમૂર્તિ સંતનાગૌદરની બનેલી બેન્ચે વેસ્ટ બંગાળના હબલીમાં રહેતાં એક શખસને એવો આદેશ કર્યો છે કે ા.95 હજારની માસિક આવકમાંથી ા.20 હજાર પોતાની પૂર્વ પત્નીને મેઈન્ટેનન્સ તરીકે આપવાના રહેશે કારણ કે એ પૂર્વ પત્નીથી એક પુત્ર પણ છે. આ શખસને સુપ્રીમમાં એવી અપીલ કરી હતી કે મેઈન્ટેનન્સની રકમ વધુ પડતી છે માટે તેને ઘટાડવી જોઈએ પરંતુ સુપ્રીમે તેની અરજી ફગાવી દીધી છે. બેન્ચે એમ ઠરાવ્યું છે કે એક સ્ત્રી ડિગ્નીટી સાથે અને સંતોષકારક રીતે જીવન નિવર્હિ કરી શકે એટલી રકમ તેને એલીમનીના પમાં મળવી જોઈએ અને તેના માટે પતિની કુલ માસિક આવકમાંથી 25 ટકા રકમ જીવનનિવર્હિ તરીકે પત્નીને ચૂકવવી જોઈએ.
આ પહેલાં કલકત્તા હાઈકોર્ટે આ શખસને દર મહિને ા.23 હજાર મેઈન્ટેનન્સ તરીકે પૂર્વ પત્નીને આપવાનો હકમ કર્યો હતો અને આ હકમને આ શખસને સુપ્રીમમાં પડકાર્યો હતો અને એવી દલીલ કરી હતી કે આ રકમ વધુ પડતી છે પરંતુ સુપ્રીમની બેન્ચે તેમાં 3000નો ઘટાડો કર્યો છે અને ા.20000 દર મહિને પૂર્વ પત્નીને આપવાનો હકમ કર્યો છે. બેન્ચે કહ્યું કે આવા કેસોમાં અદાલતોએ સંપૂર્ણ રીતે પૂર્વ પત્નીના જીવન નિવર્હિને ધ્યાનમાં રાખીને પતિઓના કુલ માસિક આવકના 25 ટકાની રકમ મેઈન્ટેનન્સ તરીકે આપવાનો હકમ કરવો જોઈએ. દેશમાં આવા સેંકડો કેસ છે અને બધા જ કેસને સુપ્રીમનો આ ચુકાદો અસરકતર્િ બની શકે છે. જો કે કેસના પ્રકાર અલગ અલગ હોય છે માટે બધા જ કેસોમાં આ હકમને ટાંકીને વકીલો મેઈન્ટેનન્સ માટે દલીલો કરી શકતાં નથી પરંતુ સુપ્રીમની બેન્ચે એમ કહ્યું છે કે આટલી રકમ જ ન્યાયસંગત અને યથાયોગ્ય ગણી શકાય.

print

Comments

comments

VOTING POLL