પતિની પોર્નની ટેવથી કંટાળી પત્ની પહોંચી સુપ્રીમ કોર્ટ

February 14, 2018 at 11:05 am


મુંબઈની એક મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું છે કે તેનો પતિ ઇન્ટરનેટ દ્વારા પોર્ન જોવાનો એટલો વ્યસની થઈ ગયો છે કે તેમનું લગ્ન જીવન ખતરામાં મૂકાઈ ગયું છે.
મુંબઈની આ 27 વર્ષીય મહિલાએ કોર્ટમાં પોતાની અરજીમાં જણાવ્યું કે તેના જેવી અનેક સ્ત્રીઓના લગ્નજીવન આ કારણે ખરાબ થાય છે માટે દેશમાં પોર્ન પર બેન કરી દેવો જોઈએ.
મહિલાએ કહ્યું કે, પારિવારીક રીતે 10 માર્ચ 2016ના રોજ તેના લગ્ન થયા હતા પરંતુ લગ્ન બાદ તુરંત જ તેના અને પતિના સંબંધો તણાવપૂર્ણ બની ગયા હતા. કેમ કે તેનો પતિ સતત પોર્ન જોયા કરે છે. આ કારણે તેનું લગ્ન જીવન બરબાદ થઈ ગયું છે.
મહિલાએ આ અરજી કમલેશ વાસવાણી કેન્દ્ર સરકાર સંબંધીત કેસમાં કરી છે. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ પોર્ન સાઇટ્સને બંધ કરવા માટે પ્રયાસ કરશે.
ગત ફેબ્રુઆરી-માર્ચ 2016માં સુપ્રીમે કેન્દ્ર તરફથી હાજર એડિ. સોલિસિટર જનરલ પિંકી આનંદને આ મામલે નિર્દેશ આપ્યા હતા કે સંબંધિત ઓથોરિટી આવી એક્ટિવિટીઝ રોકવા માટે જુદા જુદા સૂચનો આપે. જોકે આ મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

print

Comments

comments

VOTING POLL