પત્નીનું નિધન થતાં નવાઝ શરીફને માત્ર 12 કલાકના પેરોલ મળ્યા

September 12, 2018 at 10:53 am


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, દીકરી મરિયમ નવાઝ અને તેમના જમાઇ કેપ્ટન (રિટાયર્ડ) મોહમ્મદ સફદરને 12 કલાકના પેરોલ પર જેલમાંથી છોડવામાં આવ્યા છે. નવાઝ શરીફની પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ત્રણેયને રાવલપિંડી જેલમાંથી છોડવામાં આવ્યા છે. બુધવારના રોજ જ નવાઝ શરીફ દીકરી અને જમાઇની સાથે અદીલા જેલથી લાહોર પહોંચ્યા. લાંબા સમયથી કેન્સરની મદદથી ઝઝૂમી રહેલાં શરીફના પત્ની કુલસુમનું મંગળવારના રોજ નિધન થયું હતું.
કુલસુમનો મૃતદેહ લંડનથી લાવામાં આવી રહ્યો છે અને તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરીફ ફેમિલીના લાહોર સ્થિત ઘરમાં થશે. જેલથી નીકળ્યા બાદ નવાઝ શરીફ દીકરી મરિયમ અને જમાઇ સાથે રાવલપિંડીની નૂર ખાન એરબસથી સવારે લાહોર પહોંચ્યા. પંજાબ સરકારના આદેશ પર નવાઝ શરીફ અને તેમની દીકરી-જમાઇને પેરોલ આપવામાં આવ્યા છે. ત્રણેય સવારે 3.15 વાગ્યે લાહોર તેમના ઘરે પહોંચ્યા.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રવકતા મરિયમ ઔરંગઝેબે કહ્યું કે નવાઝના ભાઇ શાહબાજ શરીફે પંજાબ સરકારની સમક્ષ એપ્લીકેશન કરી તેમને 5 દિવસના પેરોલ આપવાની માંગણી કરી હતી. પ્રવકતાએ કહ્યું કે પંજાબ સરકારે શાહબાઝની આ માંગને માની નહીં અને ત્રણેયને અંદાજે 12 કલાક માટે પેરોલ પર છોડ્યા છે. જો કે તેમણે એમ પણ કહ્યું છે કે અમને આશા છે કે પેરોલનો આ સમય વધારાશે. બેગમ કુલસુમને શુક્રવારના રોજ સુપુર્દ-એ-ખાક કરાશે.

print

Comments

comments

VOTING POLL