પત્નીનો ત્યાગ કરનાર એનઆરઆઈ પતિની સંપત્તિ જ થશે

February 13, 2018 at 11:41 am


ભારતથી કન્યાઓને પરણીને લઈ જનારા એનઆરઆઈના કેસમાં હવે કેન્દ્ર સરકારે મોટા ફેરફારો કરવાનો નિર્ણય કર્યેા છે. ભારતની યુવતી સાથે પરણીને વિદેશમાં જઈને તેનો ત્યાગ કરનારા અને પજવણી કરનારા એનઆરઆઈ પતિઓની સંપત્તિ જ કરી શકાય તેવા સુધારા ક્રિમીનલ લોમાં કરવાની સરકારે વિચારણા શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ અંગે મહત્ત્વનો નિર્ણય પણ લેવાઈ જશે.
કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ પત્રકારોને એવી માહિતી આપી છે કે આ મુદ્દે સરકારે વિચારણા શરૂ કરી દીધી છે. કેટલાક એનઆરઆઈ પતિઓ વારંવાર નોટિસો આપ્યા બાદ પણ જવાબ આપતાં નથી તો તેવા કેસમાં એમની સામે સંપત્તિ જીના પગલાં લેવાની સરકાર તૈયારી કરી રહી છે અને ક્રિમીનલ લોમાં આ જરૂરી ફેરફારો કરવામાં આવશે.

હવે એવા સુધારા કરવામાં આવી રહ્યા છે કે એનઆરઆઈ પતિને ત્રણ નોટિસો આપવામાં આવે અને તો પણ જો પતિ હાજર ન થાય અને સમન્સની અવગણના કરે તો તેને ફરાર જાહેર કરવામાં આવશે અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ તેની સંપત્તિ જ કરશે અને તેના પરિવારજનોની સંપત્તિ પણ જ કરવામાં આવશે. સીઆરપીસીમાં આ મુજબના ફેરફારો કરવા માટે વિદેશ મંત્રાલયે ગૃહ મંત્રાલયને દરખાસ્તો મોકલી દીધી છે.
અત્યારે સિસ્ટમ એવી છે કે આવા ત્રાસનો ભોગ બનનારી મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવાની હોય છે અને પોલીસ એમ્બેસીઓને જાણ કરે છે. ત્યારબાદ એમ્બેસી દ્રારા સમન્સ પાઠવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ સમન્સ પાઠવવામાં જ લોચા થાય છે અને એનઆરઆઈ પતિઓ પોતાની વગનો ઉપયોગ કરીને આવા સમન્સોને ઘોળીને પી જાય છે માટે હવે આવા પતિઓની અને એમના પરિવારજનોની સંપત્તિઓ જ કરવામાં આવશે. આ પ્રકારના સુધારા કરવા માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે અને ટૂંક સમયમાં જ કેબિનેટ સમક્ષ આ દરખાસ્ત મુકી દેવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર સરકાર તેમાં આગળ વધશે અને ભારતથી પરણીને જતી આવી સેંકડો યુવતીઓને રાહત મળવાના અણસાર છે.

print

Comments

comments

VOTING POLL