પથ્થરબાજીની તમામ ઘટના કાવતરાના હિસ્સા તરીકે છે

February 3, 2018 at 7:35 pm


રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઈએ) દ્વારા મોટો ઘટસ્ફોટ કરતા જણાવવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારાની ઘટના કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલી બાબત નથી બલ્કે આ પાકિસ્તાન સમર્થક અને ફન્ડીંગ મારફતે સૈયદ અલીશાહ િગલાની જેવા હુરયાત લીડરો દ્વારા ઘડી કાઢવામાં આવેલા કાવતરાના હિસ્સા તરીકે છે.હુરયાત લીડરો અને હાફીઝ સઈદ અને સૈયદ સલાઉદ્દીન જેવા ખતરનાક ત્રાસવાદીઆેના કાવતરાના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનાઆે બની રહી છે. તેમણે કહ્યું હતું કે આ સંદર્ભમાં ઉંડી તપાસ ચાલી રહી છે. એનઆઈએની ચાર્જશીટની નકલ હાથ લાગ્યા બાદ તેમાં આ મુજબનાે ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આમાં જણાવવામાં આવ્યું છે કે કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટના એક ઉદ્યાેગ તરીકેના રૂપમાં છે. જ્યાં હુરયાત અને તેની સાથે જોડાયેલા લોકો યુવા લોકોને નાણા આપીને પથ્થરબાજી તરફ પ્રેરીત કરે છે. જુદા જુદા સ્તર પર અલગતાવાદી લીડરોએ પથ્થરબાજી માટે હથિયાર સાથે જુદા જુદા ગ્રુપ બનાવેલા છે જે પાેતાના ચહેરા ઢાંકીને પથ્થરમારો કરતા રહે છે. આમાં મુખ્ય રીતે કાશ્મીર ખીણના યુવાનાેને સામેલ કરવામાં આવ્યા છે. અલગતાવાદીઆેને કાશ્મીરમાં ત્રાસવાદીઆેના રાજકીય ચહેરા તરીકે ગણાવીને એનઆઈએ દ્વારા કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાના કાવતરાના હિસ્સા તરીકે આેલ પાટીૅ હુરયાત કોન્ફરન્સ અને ત્રાસવાદીઆે પથ્થરબાજીની રણનીતિ બનાવી ચુક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ હંમેશા તંગ રહે તેવા માહોલને રાખવા કટ્ટરપંથીઆે ઈચ્છુક છે. વારંવાર બંધની હાકલ કરવાની બાબત પણ આની સાથે જોડાયેલી છે. જાહેર સંપિત્તને નુકસાન, તેમાં આગાની ઘટનાઆે, બેંકને લુંટવાની બાબત, અથડામણના સ્થળ પર સુરક્ષા દળો પર પથ્થરબાજી કરવાની બાબત આની સાથે જોડાયેલી છે. હુરયાત ઉપર હાલમાં એનઆઈએ દ્વારા તવાઈ લવાઈ છે.

print

Comments

comments

VOTING POLL