‘પદમાવત’ એ જ જીવનની સર્વશ્રેષ્ઠ ગિãટ
તાજેતરમાં જ બાૅલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનો જન્મદિન હતો અને જાન્યુઆરી મહિનો તેની માટે લકી હોવાથી ઇચ્છતી હતી કે તેની વિવાદોમાં ઘેરાયેલી ‘પદ્માવત’ જેમ બને એમ જલદી રિલીઝ થાય. જેવી ખબર પડી કે સેન્સર બાૅડે અને સુપ્રીમ કોર્ટે આ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે ત્યારે તે ખુશીથી ઝૂમી ઊઠી હતી. તે કહે છે કે ‘હું તો છૂટ્ટીનો આનંદ માણી રહી હતી અને તે દરમ્યાન મને સંજય સરનો ફોન આવ્યો અને કહ્યું કે આપણી ફિલ્મ ફાઇનલી 25મી જાન્યુઆરીએ રિલીઝ થશે ત્યારે તો મારી ખુશીનો પાર નહોતો. જીવનમાં મને સૌથી અનોખું અને સ્પેશિયલ બથર્-ડે ગિãટ મળી છે તો એ છે ‘પદ્માવત’ને સિનેમાઘર સુધી જવાની મંજૂરી! સેન્સર બાૅર્ડનો ખૂબ આભાર માનું છું કે આટલા સંઘર્ષ બાદ ફિલ્મને રિલીઝ કરી દેવા માટે મંજૂરી આપી. અત્યારે દર્શકો તરફથી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યાે હોવાથી મને બેહદ ખુશી થાય છે. દર્શકો અમારા કામને પસંદ કરે એમાની મોટી પૂંજી કોઇ કલાકાર પાસે નથી હોતી.