પદ્માવતી ફિલ્મમાં આવો ખતરનાક લાગશે રણવીર સિંહ

October 3, 2017 at 5:00 pm


સંજય લીલા ભણશાલીનો ગુડ બોય રણવીર સિંહ પદ્માવતીમાં બેડ બોય બની ગયો છે. રામ લીલામાં રામ અને બાજીરાવ મસ્તાનીમાં બાજીરાવની ભૂમિકા ભજવનાર રણવીર સિંહ પદ્માવતીમાં વિલનના રોલમાં જોવા મળવાનો છે.
આજે સવારે જ રણવીર સિંહનો અલ્લાઉદ્દીન ખિલજીના અવતારમાં લૂક રીલીઝ થયો હતો. આ પોસ્ટર જોઈને જ લાગે છે કે આ ફિલ્મમાં રણવીરનો લૂક અને પાત્ર તેની બીજી ફિલ્મો કરતા સાવ અલગ જ છે. કાજલ વાળી આંખોથી માંડીને વિખરાયેલા વાળ અને જમણી આંખ નીચેના ઘા સુધી, રણવીર સિંહે અલ્લાઉદ્દીન ખિલજીના કેરેક્ટરને પરદા પર બરાબર સાકાર કર્યું છે.

આ અગાઉ નવરાત્રિના પાંચમા નોરતે શાહિદ કપૂરનો પદ્માવતીના પતિ અથર્િ મહારાવલ રતન સિંહના સ્વરૂપમાં લૂક રીવીલ થયો હતો.
શાહિદ કપૂર પહેલીવાર પિરિયડ ફિલ્મમાં કામ કરી રહ્યો છે અને તેના આ લૂકના લોકોએ ખાસ્સા વખાણ કયર્િ હતા. પદ્માવતીનો પહેલો લૂક નવરાત્રિના પહેલા નોરતે રીલીઝ કરવામાં આવ્યો હતો. પદ્માવતીના સૌપ્રથમ રીલીઝ થયેલા પોસ્ટરમાં દીપિકા ખૂબ જ રજપૂત રાણીના અવતારમાં જાજરમાન લાગી રહી છે. આ સાથે જ દીપિકાનો યુનિબ્રો વાળો લૂક પણ ખાસ્સો ચચર્સ્પિદ બન્યો છે. ઘણા ચાહકોએ દીપિકાનો આ લૂક વધાવી લીધો છે તો કેટલાંકને આ લૂક નથી ગમ્યો.
સંજય લીલા ભણશાલીની પદ્માવતી 1 ડિસેમ્બરના રોજ રીલીઝ થઈ રહી છે. શૂટિંગના સમયથી જ ચચર્મિાં ઘેરાયેલી આ ફિલ્મ રીલીઝ થવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રણવીર સિંહની વાત કરીએ તો તે હવે કપિલ દેવની બાયોપિકમાં મુખ્ય ભૂમિકામાં દેખાશે. તેને રામ, બાજીરાવ અને ખિલજીના પાત્રમાં જોયા પછી કપિલ દેવના પાત્રમાં જોવું રસપ્રદ બની રહેશે.

print

Comments

comments

VOTING POLL