પનામાગેટમાં નવાઝ શરીફ સામે તપાસ માટે જેઆઈટી

April 20, 2017 at 8:42 pm


પનામાગેટ નામથી ચર્ચાસ્પદ પનામા પેપસૅ લીક સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના મામલામાં પાકિસ્તાનની સુપ્રિમ કોટેૅ નવાઝ શરીફ અને તેમના પરિવારના સભ્યોની વિદેશમાં રહેલી સંપિત્તઆેના મામલાની તપાસ માટે જોઈન્ટ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવાનાે આદેશ કયોૅ છે. જોઈન્ટ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા 60 દિવસની અંદર અહેવાલ આપવામાં આવશે. નવાઝ શરીફ પણ જોઈન્ટ ઈન્વેસ્ટીગેશન ટીમની સમક્ષ ઉપસ્થિત થશે. તપાસ રિપાેર્ટ સુપ્રિમ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા બાદ મામલાની કોર્ટમાં ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે. જેઆઈટી તપાસ સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવનાર છે. મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન સુપ્રિમ કોટેૅ પાેતાના ચુકાદામાં કહ્યું છે કે નવાઝ શરીફને ભ્રષ્ટાચારના આરોપમાં અયોગ્ય જાહેર કરવા માટે પુરતા પુરાવા નથી. પાંચ જજની બેચે 3-2ની બહુમતી સાથે નવાઝની તરફેણમાં ચુકાદો આવ્યો હતાે.

બે જજ જસ્ટીસ ખોસા અને જસ્ટીસ ગુલઝાર જેઆઈટી તપાસની તરફેણમાં ન હતા. જ્યારે તેઆે નવાઝ શરીફને વડાપ્રધાન પદ માટે અયોગ્ય જાહેર કરવાના મૂડમાં હતા. આખરે બહુમતીથી આપવામાં આવેલા ચુકાદાથી નવાઝ શરીફને કામચલાઉ રાહત મળી ગઈ છે. જસ્ટીસ આશિફ ખુસારે 340 પાનાનાે આ ચુકાદો આÃયો છે. સુપ્રિમ કોટેૅ આઈએસઆઈ, મિલેટ્રી ઈન્ટેલિજન્સ, એનએડી, એસપીસી, એફઆઈએને જેઆઈટી તપાસ માટે પાેતાના અધિકારીઆેના નામ સૂચવવા માટે કહ્યું છે. સુપ્રિમ કોટેૅ સાત દિવસની અંદર જેઆઈટીની રચના કરવાનાે આદેશ આવ્યો હતાે. પનામાગેટમાં નવાઝ શરીફ, તેમની પુત્રી મરીયમ નવાઝ, હસન નવાઝ, હુસૈન નવાઝ, શરીફના જમાઈ નિવૃત્ત કૅપ્ટન મોહંમદ શફદર અને મહામંત્રી ઈશાકદાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપાે મુક્યા હતા. શાસક પીએએમએલ-એન દ્વારા સુપ્રિમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરવામાં આવ્યું છે. બીજી તરફ વિપક્ષી પાકિસ્તાન તહેરીકે ઈન્સાફ પાટીૅએ નવાઝ શરીફને નૈતિકતાના આધાર પર રાજીનામું આપી દેવાની માંગ કરી છે. નવાઝ શરીફ વડાપ્રધાન રહેશે તાે જેઆઈટી સ્વતંત્ર રીતે તપાસ કરી શકશે નહીં તેવી માંગ કરી હતી. પનામા પેપસૅ લીક મામલામાં નવાઝ શરીફ અને તેમના પરિવારના સભ્યો પર વિદેશમાં બિનહિસાબી સંપિત્ત રાખવાનાે આક્ષેપ કરાયો હતાે.

print

Comments

comments

VOTING POLL