પરાબજારમાં કેરી-ચીકુના વેપારીઓ પર દરોડા: 900 કિલો જથ્થાનો નાશ

April 21, 2017 at 2:46 pm


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના આદેશથી આજે લગાતાર બીજા દિવસે ફ્રટ માર્કેટમાં ચેકિંગનો દોર શ કરવામાં આવ્યો હતો. આજે સવારે પરાબજારમાં આવેલી લાખાજીરાજ ફ્રટ માર્કેટમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ત્યાં આગળ પાંચ ધંધાર્થીઓને ત્યાંથી કાબર્ઈિડથી પકાવેલી કેરી અને ચીકુનો જંગી જથ્થો મળી આવતાં કુલ 900 કિલો કેરી અને ચીકુના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ આઠ કિલો કાબર્ઈિડ જપ્ત કરી તેનો પણ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં આ અંગે ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે, લાખાજીરાજ શાકમાર્કેટમાં ચેકિંગ કરતાં ત્યાં આગળ રસિકભાઈ મકવાણા, જગદીશભાઈ રામાનુજ, લાલજીભાઈ વસોયા, રસિકભાઈ કાલાવડીયા અને લાખાભાઈ ભરવાડ સહિતના પાંચ ધંધાર્થીઓને ત્યાંથી અંદાજે 600 કિલો કાબર્ઈિડથી પકાવેલી કેરી અને 300 કિલો જેટલા કાબર્ઈિડથી પકાવેલા ચીકુ મળી આવ્યા હતાં. આ મુજબ કુલ 900 કિલોનો જથ્થો મળી આવ્યો હતો જેનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજુબાજુમાં પણ દરોડા કાર્યવાહી કરાઈ હતી જેના અનુસંધાને લાખાજીરાજ શાકમાર્કેટમાંથી કુલ 8 કિલો કાબર્ઈિડનો જથ્થો મળ્યો હતો જે જપ્ત કરી તેનો પણ સ્થળ પર નાશ કરી નાખવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉતાવળે કેરી પકાવાની કેરીની સિઝનમાં ઉંચા ભાવે માલ વેંચી નફાખોરી કરવા માટે ધંધાર્થીઓ કાબર્ઈિડથી કેરી પકવતાં હોય છે. આ ઉપરાંત ઉનાળાની સિઝનમાં ચીકુ જ્યુસનું પણ પ્રમાણ વધતું હોય ચીકુ પકવવા માટે પણ કાબર્ઈિડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાબર્ઈિડથી પકાવેલા ફળફળાદી ખાવાથી મોઢામાં ચાંદા પડે છે તેમજ પેટ અને આંતરડાને લગતી તકલીફો થાય છે. આ ઉપરાંત એલર્જીક રોગો થાય છે અને ખાસ કરીને લાંબા સમય સુધી સતત આ પ્રકારના ફળફળાદી ખાવાથી લાંબા ગાળે કેન્સર જેવી તકલીફ પણ થઈ શકે છે. આ ઉપરાંત જો કાબર્ઈિડથી પકાવેલા ફળ ધોયા વિના કે તેની છાલ ઉતાયર્િ વિના ખાવામાં આવે તો એસીડીટી અને અલ્સર જેવી તકલીફો પણ થઈ શકે છે.

print

Comments

comments

VOTING POLL