પરીક્ષા ચોરીમાં સંડોવાયેલી કોલેજને 3 લાખ સુધીનો દંડ અને માન્યતા રદ કરાશે

January 11, 2019 at 3:50 pm


પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે દરેક કોલેજોમાં વર્ગખંડમાં સીસીટીવી કેમેરા ફરજિયાત બનાવવામાં આવશે. જો કોઈ કોલેજના સંચાલકો સીસીટીવી કેમેરા એક યા બીજા કારણોસર બંધ રાખે અને રેકોર્ડિંગ પુરા ન પાડે તો તેમની સામે રૂા.3 લાખ સુધીનો દંડ કરવાનો અને માન્યતા રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી સિન્ડિકેટની આજની બેઠકમાં લેવાયો છે.
કોલેજોમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરાનું સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી કેમ્પસના કન્ટ્રાેલરૂમ સાથે લિંકઅપ ફરજિયાત છે. વીજળી પુરવઠો ખોરવાઈ જવા સહિતના કોઈપણ કારણે સીસીટીવી બંધ હશે તે ચલાવી લેવામાં નહી આવે અને જરૂર પડયે કોલેજ સંચાલકોએ જનરેટરની વ્યવસ્થા કરીને પણ સીસીટીવી કાર્યરત રાખવા પડશે અને તેના રેકોર્ડિંગ યુનિવસિર્ટીના આપવા પડશે.
પરીક્ષા ચોરીના કિસ્સામાં પ્રથમ વખત રૂા.1 લાખનો દંડ, બીજી વખત રૂા.2 લાખનો દંડ અને કેન્દ્ર રદ કરાશે અને ત્રીજી વખત જો એક જ કોલેજમાં આવી ઘટના બને તો તેને રૂા.3 લાખનો દંડ અને માન્યતા રદ કરવાના આકરાં પગલાં લેવાનો નિર્ણય સિન્ડિકેટની બેઠકે કર્યો છે.
પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ માટે બદનામ થયેલી જસદણની એમ.ડી. કહોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, થાનની દોઢીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, રાજુલાની ભુવા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તથા ગાેંડલની મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પરીક્ષા કેન્દ્રાે બંધ કરવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી સિન્ડિકેટની આજે મળેલી બેઠકમાં લેવાયો છે. અત્યાર સુધી આ કેન્દ્રને જે પરીક્ષાર્થીઆે ફાળવવામાં આવતાં હતા તે જે તે શહેરની અન્ય કોલેજોને અને કેન્દ્રને ફાળવવાનો નિર્ણય લેવાયો છે. મેડિકલ ફેકલ્ટીમાંથી ડેન્ટિસ્ટરી, નર્સિંગ અને હોમિયોપેથીને અલગ પાડવા અને તેના નવા સ્ટેચ્યુટ બનાવવાનો નિર્ણય પણ આજની બેઠકમાં લેવામાં આવ્યો છે.
કુલપતિ નિલામ્બરીબેન દવેના અધ્યક્ષસ્થાને યોજાયેલી સિન્ડિકેટની આજની બેઠકમાં જામજોધપુરની શ્રીમતી અમૃતબેન વાલજીભાઈ સવજાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બંધ કરવાની દરખાસ્ત પરત્વે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને આ સંદર્ભે લોકલ ઈન્કવાયરી કમિટી (એલઆઈસી)નો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. મનોવિજ્ઞાન ભવન, ગણિતશાસ્ત્ર ભવન, પત્રકારત્વ ભવનમાં 11 માસના કરાર આધારિત આસીસ્ટન્ટ પ્રાેફેસરોની નિમણૂકને બહાલી આપવામાં આવી છે. જો કે, યુનિવસિર્ટીમાં વર્ષોથી કોન્ટ્રાકટ બેઈઝ પર કામ કરતાં 450 જેટલા કર્મચારીઆેને યુનિવસિર્ટીમાં સમાવવા કે નહી ં તેની કોઈ ચર્ચા આજની બેઠકમાં કરવાનું ટાળવામાં આવ્યું હતું. સિન્ડિકેટની આજની બેઠકમાં યુનિવસિર્ટીનો 51મો વાર્ષિક અહેવાલ મંજૂર કરાયો હતો અને હવે તે સેનેટની બેઠકમાં રજૂ કરવામાં આવશે.
લીબડીની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, રાજકોટની ડી.જી. ગરૈયા હોમિયોપેથી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા બી.એ. ડાંગર હોમિયોપેથ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ થયેલ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઆેના એનરોલમેન્ટ કરવાના મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL