પર સ્ત્રીના પ્રેમમાં પાગલ પતિની પત્નીને પતાવવાની ધમકી

September 13, 2017 at 3:07 pm


શાપર-વેરાવળમાં રહેતા લેઉવા પટેલ પરિવારમાં દીકરી-દીકરાને વળાવી દીધા બાદ 33 વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ પડયું છે. જમીન-મકાનની લે-વેચના ધંધા સામે સંકળાયેલા પટેલ શખસે પર સ્ત્રીના પ્રેમમાં પાગલ બની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવા પામતા પોલીસે તપાસનો ધમધમાટ શ કર્યો છે.
આ બનાવની વિગત મુજબ મુળ શાપર-વેરાવળમાં રહેતી અને હાલ ભાઈના ઘરે કુવાડવા ગામે ઢોલરિયા શેરી મેઈન રોડ મુકુંદભાઈ ગોવિંદભાઈ દુધાત્રાના ઘરે રહેતી કંચનબેન હિરજીભાઈ ગઢીયા ઉ.વ.53 નામની લેઉવા પટેલ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા પ્રમાણે 33 વર્ષ પહેલા શાપર-વેરાવળમાં રહેતા હિરજીભાઈ બચુભાઈ ગઢિયા સામે જ્ઞાતિના રીત-રીવાજ મુજબ લગ્ન થયા છે લગ્ન જીવન દરમિયાન તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી આવતયર્િ હતા લગ્ન જીવન દરમિયાન હીરજીભાઈ ગઢિયાને પરસ્ત્રી સાથે સંબંધ બંધાયા બાદ પતિ-પત્ની વચ્ચે નાની નાની બાબતે ઝઘડા થતાં કંચનબેન માવતરના ઘરે બે વર્ષ રિસામણે ચાલી ગઈ હતી તે દરમિયાન પતિ હિરજીભાઈએ ધર્મિષ્ઠા નામની કડવા પટેલ મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા હતા અને બે સંતાનો સાથે અલગ રહેવા ચાલ્યો ગયો હતો તે દરમિયાન પુત્રીને શારીરિક માનસિક ત્રાસ આપતા 2001ની સાલમાં તેની પુત્રીએ આપઘાત કરી લીધો હતો.
બાદમાં કંચનબેન તેની અન્ય એક પુત્રી સાથે અલગ રહેતા હોય ત્યારે માવતર પક્ષે પુત્રીના લગ્ન કરી આપ્યા હતા જયારે પતિ સાથે રહેતા પુત્રના લગ્ન હિરજીભાઈ અને ધર્મિષ્ઠાએ કરાવ્યા હતા. કંચનબેને ભરણપોષણનો કેસ કર્યો હોય પુત્રી અને માતાને ભરણપોષણની રકમ નહીં ચુકવનાર હિરજીભાઈ પટેલે બીજી પત્ની ધર્મિષ્ઠાને અમીન માર્ગ પર ગંગા હોલ પાસે આવેલ ડ્રીમ હિલ એપાર્ટમેન્ટમાં ા.52 લાખનો ફલેટ તેના નામે ખરીદી આપ્યોહતો અને ધર્મિષ્ઠા કાન્તીભાઈ ગોર નામની સ્ત્રી સાથે રહેતા હિરજી પટેલે પ્રથમ પત્ની કંચનબેન અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન કરતા હોય જેથી કંચનબેને મહિલા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL