પવિત્ર યાત્રાધામ વિકાસ અંગે તલસ્પશીૅ સમીક્ષા મિટીંગ થઈ

March 20, 2017 at 8:46 pm


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના પવિત્ર યાત્રાધામોને સર્વગ્રાહી વિકાસ પ્લાન ઘડી કાઢવાનું પ્રેરક સુચન કર્યું છે. આંતરરા»ટ્રીય કક્ષાના પ્રવાસન વિકાસ માટે આ પ્લાન ઉપયુક્ત બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ સ્ટેટ લેવલ એક્શન પ્લાન દ્વારા પવિત્ર યાત્રાધામો પૈકીના મોટા યાત્રાધામોમાં સ્થાનિક વિસ્તારના વિકાસકામો, સ્વચ્છતા સફાઈ વગેરે સમાજદાયિત્વ કાયોૅમાં યાત્રાધામ દેવસ્થાન ટ્રસ્ટને મળતા દાન ભંડોળનાે પણ સરકારની સહાય ગ્રાન્ટ સાથે વિનિયોગ થાય તે આવકાર્ય છે.

વિજય રૂપાણીએ હોલિસ્ટીક એપ્રાેચથી સાેશ્યલ અને ઈકોનાેમીકલ ઈમ્પેકટ માટે આવાં વિકાસકાયોૅથી પ્રેરણા મળશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી પવિત્ર યાત્રાધામ વિકાસ અંગેની સમીક્ષા બેઠકમાં રાજયના છ મોટાં યાત્રાધામો સહિત સરકાર હસ્તકના 297 જેટલા યાત્રાધામોના વિકાસ આયોજનાે તથા પ્રગતિ હેઠળના વિકાસકાયોૅની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ યાત્રા તીર્થધામોને સ્વચ્છ સાફ ચોખ્ખાં રાખવા 24-7 સ્વચ્છતા સફાઈ કામો સતત હાથ ધરાય અને સ્થાનિક નાગરિકો સહિત યાત્રા પ્રવાસે આવનારા સાૈ કોઈને સ્વચ્છ રળિયામણા વાતાવરણની અનુભુતિ થાય તે માટેની કાર્ય યોજના રાજયભરના યાત્રાધામોમાં આગામી તા. 16મી એપ્રિલથી શરૂ થઈ જાય તે માટેના સુચનાે કર્યા હતા. રાજયમાં આ વષેૅ યાત્રાધામોના વિકાસ માટે 109 કરોડ રૂપિયાની જે ફાળવણી થઈ છે તેના સુચારૂ ઉપયોગ દ્વારા યાત્રાતીર્થ ધામોમાં પ્રાયોરિટી તય કરીને વિકાસના કામો શરૂ કરવા બેઠકમાં ગહન ચર્ચા હાથ ધરાઈ હતી. મુખ્યમંત્રીએ ગુજરાતના પ્રવાસન આકર્ષણ એવા મોઢેરા સૂર્યમંદિર સહિતના પરિસર ગ્રામીણ ક્ષેત્રને સાૈરઊજાૅ સંચાલિત કરવાની નેમ દશાૅવતાં ઉમેર્યું કે, સૂર્ય ઊજાૅની પાૈરાણિક મહત્તા સાથે આ ધામ જોડાયેલું છે તેને પ્રવતૅમાન સાેલાર એનજીૅના પરિપ્રેક્ષ્યમાં ઊજાગર કરવાની પણ જરૂરિયાત છે. આ વર્ષના બજેટમાં વરિષ્ઠ નાગરિકોને યાત્રાધામ તીર્થક્ષેત્રના પ્રવાસમાં 50 ટકા રાહત આપતી ખાસ શ્રવણતીર્થ દર્શન યોજનાની જે જાહેરાત કરી છે તેને પણ યાત્રાધામ વિકાસ બાેર્ડ સંબંધિત વિભાગાે સાથે સંકલન કરીને ત્વરાએ અમલી બનાવે તેવું સુચન કર્યું હતું. રાજયમાં અંબાજી, દ્વારકા, સાેમનાથ,ગિરનાર , પાલીતાણા અને ડાકોર એમ છ મોટા યાત્રાધામોમાં યાત્રી સુવિધા વિકાસના કાયોૅ પવિત્ર યાત્રાધામ વિકાસ બાેર્ડ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાા છે.

print

Comments

comments

VOTING POLL