પસંદ કરો કોઈ એક ફૂલ અને જાણો તમારા તમામ રાઝ

December 4, 2018 at 2:13 pm


લાલ ફૂલની પસંદગી

આ પુષ્પની પસંદગી કરનારા લોકોનો સ્વભાવ થોડો ગુસ્સા વાળો હોય છે. પણ તે ખુબ જ પ્રેમ ધરાવતા હોય છે. તે તેના જીવનસાથી પ્રત્યે વફાદાર હોય છે. આવા વ્યક્તિ પોતાના જીવનને સુંદર રીતે વ્યતિત કરે છે. આવા વ્યક્તિઓ એવું ઇચ્છે કે તેનો જીવનસાથી રસિકતા ધરાવતો હોય છે.

સફેદ ફૂલની પસંદગી

આ રંગનું પુષ્પ પસંદ કરનારા વ્યક્તિઓ સ્વાભાવે શાંત હોય છે. તે પોતાની ખુશી તેમજ અન્યને ખુશ રાખવા માટે મથામણ કરતા હોય છે. અન્ય વ્યક્તિને જરૂર મુજબનું માર્ગદર્શન આપે છે, જેથી તેનું ભલુ થાય પણ સામેવાળી વ્યક્તિ તમારા વિશે ઊંધુ વિચારે છે કે તમે તેને નુકશાન પહોંચાડશો.

પીળા રંગના ફૂલની પસંદગી

આ પુષ્પ દર્શાવે છે કે આ વ્યક્તિ પોતાના પર ગર્વ કરનાર , ઈચ્છાઓ ધરાવતી અને મજાકીયા સ્વભાવની હોય છે. તેનામાં થોડુ સ્વાર્થીપણુ જણાય છે પણ તે પોતાના પ્રેમી માટે સમય કાઢે છે. તે એના કામથી કામ રાખે છે. પૈસાદાર હોવાછતાં પૈસા વાપરતો નથી. આવા લોકો ધર્મ તરફ ઢળેલા હોય છે.

આમ, કલર મુજબના પુષ્પની પસંદગી તમારા તમામ રાઝ પળવારમાં ખોલી નાખશે.

print

Comments

comments

VOTING POLL