પહેલીવાર સુખોઈ ફાઈટર પ્લેનમાંથી થશે બ્રહ્મોસ મિસાઈલનું પરિક્ષણ

November 14, 2017 at 11:53 am


દુશ્મનની સીમામાં ઘૂસીને લક્ષ્યાંક હાંસલ કરવા માટે સીમ બ્રહ્મોસ મિસાઈળનું પરિક્ષણ હવે સુખોઈ ફાઈટર જેટથી કરવામાં આવશે. આ સપ્તાહે પહેલી વખત સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર જેટથી પરિક્ષણ થશે. ફાઈટર જેટથી માર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઈલના આ પરિક્ષણને ‘ડેડલી કોમ્બિનેશન’ કહેવામાં આવી રહ્યું છે. આકાશ પરથી જમીન પર હમલો કરનારી બ્રહ્મોસ મિસાઈલ દુશ્મન દેશની સીમામાં ધમધમી રહેલા આતંકી ઠેકાણાઓ પર હમલો કરવા માટે પણ ઉપયોગી બની શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિસાઈલ અન્ડરગ્રાઉન્ડ પરમાણુ બન્કરો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ અને સમુદ્રની ઉપર ઉડી રહેલા એરક્રાફટસને દૂરથી જ નિશાન બનાવવામાં સક્ષમ છે. છેલ્લા એક દશકામાં સેનાએ 290 કિલોમીટરની રેન્જમાં જમીન પર માર કરનારી બ્રહ્મોસ મિસાઈલને પહેલાથી જ પોતાના કાફલામાં સામેલ કરી લીધી છે. બ્રહ્મોસ મિસાઈલ માટે 27,150 કરોડ પિયાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ માટે સેના, નેવી અને ઈન્ડિયન એરફોર્સે રસ દાખવ્યો છે.
જૂન-2016માં ભારતના 34 દેશોના સંગઠન મિસાઈલ ટેક્નોલોજી કંટ્રોલ રિઝીમનો હિસ્સો બન્યા બાદ હવે મિસાઈલોની રેન્જની સીમા ખતમ થઈ ચૂકી છે. આવામાં હવે સશસ્ત્ર દળ બ્રહ્મોસના 450 કિલોમીટર રેન્જ સુધી માર કરનારા વર્જનના પરિક્ષણની તૈયારીમાં છે. એમટીસીઆરની સભ્યતા મળ્યા બાદ ભારત 300 કિલોમીટરની રેન્જવાળી મિસાઈલને તૈયાર કરવામાં સક્ષમ બનશે. હાલ બ્રહ્મોસ મિસાઈલના હાઈપરસોનિક વર્જનને તૈયાર કરવાની તૈયારીઓ શ કરાઈ ગઈ છે જે માક 5ની સ્પીડથી ઉડાન ભરવામાં સક્ષમ હશે.

print

Comments

comments

VOTING POLL