પહેલી વખત દેશના બંધારણીય પદ ઉપર ભાજપના નેતાઓ બિરાજમાન

August 12, 2017 at 11:17 am


એમ.વેંકૈયા નાયડુના ઉપરાષ્ટ્રપતિ બનતાંની સાથે જ દેશના રાજકીય ઈતિહાસમાં પહેલી વખત ટોચના બંધારણીય હોદ્દા પર ભાજપ બિરાજમાન થઈ ગયું છે. ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં તેમને પદના શપથ અપાવ્યા હતા. આ પછી તેમણે રાજ્યસભાના સભાપતિનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લોકસભા અધ્યક્ષના પદ ઉપર પણ ભાજપ્ના જ નેતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંક્ષિપ્ત ભાષણમાં નાયડુની પૃષ્ઠભૂમિમાં ગરીબી અને તેમની વિચારશૈલીનું ઉદાહરણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આજે ગામડાનો ગરીબ દેશના તમામ મોટા પદ ઉપર છે. સદનમાં આ દરમિયાન હસી-મજાકનો તબક્કો પણ ચાલ્યો હતો. અંતે વડાપ્રધાને નાયડુના વખાણ કરી એક શે’ર કહ્યો હતો જેમાં ‘અમલ કરો એસે અમનમેં, જહાં સે ગુજરે તુમ્હારી નજરે, ઉધર સે તુમકો સલામ આયે.’

print

Comments

comments

VOTING POLL