પાકમાં ગુમ થયેલા બે ખાદીમ પરત ફર્યા: સુષ્મા સ્વરાજને મળશે

March 20, 2017 at 2:25 pm


પાકિસ્તાનમાં ગુમ થયેલા બે ભારતીય ખાદિમ સોમવારે ભારત પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટથી તે બંને સીધા નિઝામુદ્દીન દરગાહે પહોંચ્યા હતા. આ બંને ખાદિમ પોતાના પરિવારની સાથે વિદેશ મંત્રી સુષમા સ્વરાજની મુલાકાત કરવાના છે. રવિવારે સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે હજરત નિઝમુદ્દીન ઔલિય દરગાહના મુખ્ય ખાદિમ આસિફ અલી નિજામી અને તેમના ભત્રીજા નજીમ અલી નિજામીને પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીએ છોડી દીધા છે. તેઓએ તેમની મુક્તિ માટે નવાજ શરીફના વિદેશ મામલાઓના સલાહકાર સરતાજ અજીજ સાથે વાત કરી હતી. બંને ખાદિમ તથા તેમના પરિવાર આજે સુષમા સ્વરાજને મળશે.

print

Comments

comments

VOTING POLL