પાકિસ્તાનમાં ઈદના દિવસે ભારતીય ફિલ્મો પ્રદશિર્ત નહી થાય

May 25, 2018 at 10:55 am


આવતા મહિને આવી રહેલી ઈદના તહેવાર પર ભારતીય ફિલ્મો પ્રદશિર્ત કરવા પર પાકિસ્તાન સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. ઈદના તહેવાર પુરતો જ આ પ્રતિબંધ રહેશે. સરકારના મંત્રીએ એવી ચોખવટ કરી છે કે, પાકિસ્તાનના એક્ઝિબીટરો અને ડિસ્ટ્રીબ્યુટરોને રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે.
પાકિસ્તાન સરકારના માહિતી-પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં એવી ચોખવટ કરી છે કે, ઈદ અને તેના પછીના દિવસે એટલે બે દિવસ માટે આ પ્રતિબંધ મુકાયો છે.
ભારતીય ફિલ્મ જ નહી બલ્કે કોઈ પણ ફોરેન ફિલ્મ બતાવી શકાશે નહી અને બે દિવસ બાદ આપોઆપ આ પ્રતિબંધ હટી જશે. પાકિસ્તાનના ફિલ્મ એક્ઝિબીટરો અને ડિસ્ટિ²બ્યુટરો કમાણીમાં ગાબડા પડે નહી તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL