પાકિસ્તાનમાં 25થી 27 જૂલાઈ વચ્ચે યોજાશે સામાન્ય ચૂંટણી
પાકિસ્તાનમાં જૂલાઈના અંતમાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે. પાકિસ્તાન ચૂંટણી પંચે 25થી 27 જૂલાઈ વચ્ચે ચૂંટણી કરાવવાની સંભવિત તારીખોનો પ્રસ્તાવ મુક્યો છે. આ અંગે પાકિસ્તાન ચૂંટણીપંચે રાષ્ટ્રપતિ મમનૂન હસેનનો એક રિપોર્ટ પણ સોંપ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની સત્તાઢ પાર્ટી પીએમએલ (એન) સરકારનો કાર્યકાળ 31 મેએ સમાપ્ત થાય છે. આવામાં પાકિસ્તાનના ચૂંટણીપંચે આ માટેની તમામ તૈયારીઓ શ કરી દીધી છે. કાર્યવાહક વડાપ્રધાનના નામોની ચચર્િ પણ વધુ તેજ બની ગઈ છે. ચૂંટણીપંચે રાષ્ટ્રપતિને જે રિપોર્ટ સોંપ્યો છે તેના હિસાબથી 25થી 27 જૂલાઈ વચ્ચે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે. પાકિસ્તાન ચૂંટણી પંચની આ તારીખોની ભલામણ બાદ પાકિસ્તાનમાં ફરી એક વખત વિવિધ રાજકીય પક્ષોએ પોતાની કમર કસવાનું શ કરી દીધું છે.
પાકિસ્તાન ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણીની તારીખોનું એલાન જૂનના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. પંચના પ્રવક્તા અલ્તાફ હસેને કહ્યું કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આંતરિક પરામર્શ બાદ કરવામાં આવશે. ચૂંટણીની તારીખ અને કાર્યક્રમ એવી વસ્તુ નથી કે જેને છુપાવવામાં આવે. તેમણે આગળ કહ્યું કે પંચ તમામ પક્ષોનું સ્વાગત કરે છે જેમાં વિદેશી પણ સામેલ છે. હાલની સરકારના પાંચ વર્ષનો કાર્યકાળ 31 મેએ ખતમ થઈ રહ્યો છે.