પાકિસ્તાની આતંકીઆેના નિશાના ઉપર ભારતના શહેરોઃ આઈબીના રિપોર્ટમાં ખુલાસો

July 25, 2018 at 10:58 am


ઇન્ટેલિજન્સ રિપોર્ટે સરકારને મોકલેલા એક રિપોર્ટમાં કહ્યું કે, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ ભારતમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે આઈએસઆઈ જૈશ-એ-મોહમ્મદને ફંડથી લઈને ટ્રેનિંગ અને હથિયારોની સપ્લાઇ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે આઈએસઆઈએ પાક હસ્તગત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઆેની ટ્રેનિંગ માટે નવા આતંકી કેમ્પ બનાવ્યા છે.

આઈએસઆઈ જૈશ-એ-મોહમ્મદને ભારતમાં મોટો આતંકી હુમલો કરવા માટે મદદ કરવામાં લાગ્યું છે. લશ્કર-એ-તોઇબા અને હિજબુલ મુજાહિદ્દીન જેવા આતંકી ગ્રુપની જગ્યાએ જૈશ-એ-મોહમ્મદ પર વધુ વિશ્વાસ કરી રહ્યું છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદે ટેલીગ્રામ પર અનસાર-એ-જૈશ નામથી ગ્રુપ બનાવ્યું છે. જેની મદદથી જૈશ ચીફ મૌલાના મસૂદ અજહર ભારત વિરુÙ કાશ્મીરી યુવકોને ભટકાવવાનો પ્રયત્નમાં લાગ્યો છે.

ગુપ્ત એજન્સી પ્રમાણે જૈશ-એ-મોહમ્મદ આવા એક ગ્રુપમાં દાવો કર્યો છે કે તેના આતંકીઆે લખનઉ,દિલ્હી અને મુંબઈમાં હાજર છે. સુરક્ષા એજન્સીઆે પ્રમાણે લાઇન આેફ કંટ્રાેલના માર્ગે જૈશના કેટલાક આતંકીઆે કાશ્મીરમાં દાખલ થયાની આશંકા છે. જૈશે છેલ્લા થોડા મહિનાથી કેટલાક લોકલ આતંકીઆેની ભરતી કરી છે. આ આતંકીઆે સુરક્ષાદળો પર આત્મઘાતી હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે.

ગૃહ મંત્રાલયને મોકલેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારત વિરુÙ જેહાદ ફેલાવવા માટે જૈશ-એ-મોહમ્મદ છેલ્લા મહિનાઆેથી સોશિયલ મીડિયા પર ખૂબ એિક્ટવ છે. છેલ્લા કેટલાક મહિનામાં જૈશે કાશ્મીરમાં 500થી વધુ આેડિયો અને વીડિઆે વોટ્સએપ કે ટેલીગ્રામની મદદથી મોકલ્યા છે. જેમાં ભારતીય સુરક્ષા જવાનો વિરુÙ મૌલાના મસૂદ અજહર ઝેર આેકી રહ્યાે છે.

print

Comments

comments

VOTING POLL