પાકિસ્તાની સેનાએ કર્યું ઉરી સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન: ભારતીય સેનાનો વળતો જવાબ

July 17, 2017 at 5:23 pm


પાકિસ્તાને પોતાની નાપાક હરકતને ચાલુ રાખતા જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી થયેલા આ હુમલામાં એક ભારતીય જવાન ઘાયલ થયો છે. પાકિસ્તાન દ્વારા અનેક ભારતીય પોસ્ટ પાર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપી કાર્યવાહી કરી છે.

આ પેહલા ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇકનો બદલો લેવા પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી ધમપછાડા કરી રહ્યું છે અને પાકિસ્તાની સેના સરહદને સતત સળગતી રાખવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાની સેનાએ LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર અનેકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

print

Comments

comments

VOTING POLL