પાકિસ્તાને થાકી-હારીને અંતે હાફીઝને આતંકી ગણ્યો અને ભારતનો વ્યૂપોઇન્ટ અપ્નાવ્યો: હવે આતંકીઓને ફાંસી આપશે?

February 20, 2017 at 7:04 pm


આતંકવાદ હવે ડાયાબિટિસ અને બી.પી.ની જેમ વિશ્ર્વવ્યાપી છે એટલે કે તેનો ગ્લોબલ આતંક ખુબ જાણીતો છે અને તેનો કોઈ ઈનકાર કરી શકે એમ નથી. સાથોસાથ તેને રિ-ઈન્ટરપ્રિટ કરવાની જર પણ કયારેય પડતી નથી પરંતુ આતંકવાદનો મુદ્દો જ્યારે ચચર્મિાં આવે છે ત્યારે તેના અલગ-અલગ એન્ગલો, અલગ-અલગ સંજોગો મુજબ તેનું કલાસિફીકેશન કરવામાં આવે છે અને આ ડિપ્લોમેટિક અને વ્યૂહાત્મક ખેલ વર્ષોથી ખેલાઈ રહ્યો છે. ભારત આ રમતનો સૌથી વધુ ભોગ બન્યો છે. નો-ડાઉટ હવે પાકિસ્તાન પણ બની રહ્યો છે. કારણ કે ત્યાં પણ રાક્ષસી આતંકી હમલા અને જંગલી હત્યાકાંડો થઈ રહ્યા છે. છેલ્લે જ્યારે હઝરત સુફી બાબા લાલ શાહબાઝ કલંદરની દરગાહ પાસે હરામખોરોએ અને શૈતાનોએ ધડાકો કર્યો ત્યારે તેમાં અનેક નિર્દોષ લોકો હણાઈ ગયા અને ત્યારે પાકિસ્તાનના શાસકોને પ્રથમવાર દિમાગમાં એવી લાઈટ થઈ કે આ તો આતંકવાદી કૃત્ય છે અને હાફીઝ સઈદ ખરેખર આતંકવાદી જ છે !

પાકિસ્તાનના શાસકોને વર્ષો પછી આતંકવાદી કોને કહેવાય અને આતંકવાદી જૂથ કોને કહેવાય ? તેનું ભાન થયું છે. આપણે એમ પણ કહેવું પડશે કે ભારતનો વ્યૂ પોઈન્ટ પાકિસ્તાને અપ્નાવવો પડયો છે. આતંકવાદી વિશેની ભારતની પરિભાષા અને અર્થઘટનને અપ્નાવવા પડયા છે. આતંકવાદી કોને કહેવાય તે ભારતે વર્ષોથી પાકિસ્તાન, અમેરિકા, ચીન અને બ્રિટનને શીખામણ આપી જ છે પરંતુ આ લોકોને જ્યારે મન થાય ત્યારે જ તેઓ આ શીખામણ માનતા હતા. અમેરિકાનું તો પાછું એવું છે કે એના દેશ પર જ્યારે કોઈ જોખમ ઉભું થાય કે તેના નાગરિકો પર હમલા થાય તો જ તે આતંકવાદી કૃત્ય ગણે છે બાકી ભારત પર હમલા થાય તો ત્યારે તે સંવાદ કરવા અને બેઠકો કરવાની સલાહ આપે છે. અમેરિકાએ જ્યારથી પાકિસ્તાનને તલાક આપ્યા છે ત્યારથી ચિત્ર બદલાયું છે અને પાકિસ્તાન હવે ચીનની સોડમાં ભરાયું છે. આમ છતાં તેને ત્યાં આતંકવાદી હમલાઓ સતત થઈ રહ્યા છે અને વધુ હિંસક ઘટનાઓ ઘટી રહી છે. આજથી ઘણા સમય પહેલાં વિશ્ર્વ ચિંતકોએ પાકિસ્તાનને એવો વોર્નિંગ આપી હતી કે, આતંકવાદને જો તે પોતાની ભૂમિ પરથી નાબૂદ નહીં કરે તો તેના જ નાગરિકો જોખમમાં મુકાશે અને નિર્દોષો મોટા પ્રમાણમાં જાન ગુમાવશે. આ શબ્દો ખરેખર સાચા ઠયર્િ છે અને ભારતે હંમેશા હાફીઝ સઈદને આતંકવાદી કહ્યો છે પરંતુ પાકિસ્તાને સતત ઈનકાર કર્યો છે. અંતે પાકિસ્તાને હાફીઝ સઈદને આતંકવાદીઓના લિસ્ટમાં મુકવો પડયો છે. લાલ શાહબાઝ કલંદરની દરગાહની બહાર હરામખોરોએ જે ધડાકો કર્યો હતો તે બધા આતંકવાદી જ હતા તેમ માનવા માટે હવે પાકિસ્તાને કોઈ બહાનું બતાવવાની જર રહી નથી. તેના પોતાના નિર્દોષ નાગરિકો મયર્િ છે ત્યારે તેને ખબર પડી છે કે હાફીઝ ખરેખર આતંકવાદી છે. આમ, આ બાબતમાં ભારતની ડિપ્લોમેટિક અને વ્યૂહાત્મક વિનિંગને દુનિયા આખી જોઈ રહી છે અને ભારતના દૃષ્ટિકોણને સલામ કરી રહી છે.
અમેરિકાની ખંધાઈ હંમેશા અકડાવનારી રહી છે. તેણે આતંકવાદીઓનો સફાયો કરવાની માત્ર વાતો કરી છે અને ફકત પોતાના નાગરિકોની રક્ષા કરવા માટે જ તેણે આતંકવાદીઓની સામે મિશન અપ્નાવ્યા છે. બાકી બીજા દેશોને કનડી રહેલા આતંકવાદીઓને મારવા માટે અમેરિકાને કયારેય કોઈ ચિંતા થઈ નથી અથવા તો આવા આતંકીઓને મારવા માટે સાચા દિલથી તેણે કોઈ દેશની મદદ કરી નથી. ભારતને અમેરિકાની સહાયતાની કોઈ જર નથી કારણ કે આતંકવાદીઓની સામે કડક હાથે નીપટવામાં ભારત માસ્ટર છે, નિપૂણ છે અને અનુભવી છે. પાકિસ્તાનના શાસકોને વર્ષો પછી દિમાગમાં લાઈટ થઈ છે તે વાત તેના નાગરિકો માટે પણ આશ્ર્ચર્ય સમાન હશે. આટલા લાંબા સમયગાળા બાદ પાકિસ્તાનને કેમ ખબર પડી કે આતંકવાદી જૂથોએ ધડાકા કરાવ્યા અને એમની સક્રિયતા પાકિસ્તાનના દરેક ખુણામાં છે ? હવે પાકિસ્તાનના શાસકોની એવી ફરજ બને છે કે આતંકવાદી ગ્રુપ અને હાફીઝ સઈદ સહિતના આતંકી વડાઓની લિંક આઈએસઆઈ અને પાકિસ્તાનની સેના સાથે છે તેને તોડે અને બધાને સખ્ત શિક્ષા કરે. આતંકવાદીઓને તો ફાંસીના માંચડે લટકાવવા માટેના પુરતા પુરાવા પાકિસ્તાની શાસકોને હાથવગા જ છે પરંતુ એમની મનની મુરાદ શું છે ? તે જાણવું અને જોવું હવે રસપ્રદ બનશે. હવે હાફીઝને એમણે આતંકવાદી તરીકે માની જ લીધો છે તો પછી આતંકીને સમાપ્ત કરવા માટે પાકિસ્તાન શું કરશે ? તેવો સવાલ સૌ ઉપસ્થિત કરે તો સ્વાભાવિક છે.

નવાઝ શરીફની દાનત કેવી છે તે હવે પછીના પિરિયડમાં ખબર પડશે. પાકિસ્તાનની અંદર આંતરિક અંધાધૂંધીનો માહોલ છે તેનાથી સૌ વાકેફ છે. અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોતના ફિરસ્તા જેવા હરામખોર આઈએસ આતંકવાદીઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માગે છે ત્યારે પાકિસ્તાન તેને કેટલો સહકાર આપશે ? તે પણ જોવું રસપ્રદ બનશે. પાકિસ્તાનમાં ઈમરજન્સી જાહેર કરવી પડે તેવી સ્થિતિ હોવાનું પણ ચચર્ઈિ છે ત્યારે નવાઝ શરીફ આ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવા માટે જો આતંકીઓને પાકિસ્તાનમાં ભોંભીતર કરી દેશે તો એમની ગણતરી વિશ્ર્વના સારા નેતાઓમાં થવા લાગશે.

print

Comments

comments

VOTING POLL