પાકિસ્તાન વધુ એક વખત બેનકાબ

May 15, 2018 at 2:53 pm


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે મુંબઈના આતંકી હંમલાને લઈને ખુબ મોટી કબુલાત કરી છે અને વિવાદ શરૂ થતા પોતાની વાત ફેરવી તોડવાનો નિરર્થક પ્રયાસ પણ કર્યો છે. નવાઝે કહ્યું છે કે અપ્રત્યક્ષરુપથી પાકિસ્તાન સરકારની મદદથી આતંકવાદીઆે સરહદ પાર કરી ભારત પહાેંચી રહ્યા હતા. નવાઝ શરીફને પુછવામાં આવ્યું કે શું પાકિસ્તાન સરકારે જ આતંકવાદીઆેને સરહદ પાર કરાવીને મુંબઈમાં હંમલા કરવાની પરવાનગી આપી હતી. આ સવાલના જવાબમાં નવાઝ શરીફે કહ્યું હતું કે અપ્રત્યક્ષરુપથી પાકિસ્તાન સરકારની તેમાં ભુમિકા હતી.અત્યાર સુધી પાકિસ્તાન કહેતું હતું કે મુંબઈ આતંકી હંમલાનો નોન સ્ટેટ એક્ટર્સે અંજામ આપ્યો હતો. પણ તેમની સરકારની કોઈ ભુમિકા નથી. નવાઝ શરીફે કબુલ કર્યા પછી હવે પાકિસ્તાન ફરીથી દુનિયાની સામે બેનકાબ થઈ ગયું છે.

પાકિસ્તાનમાં ભષ્ટ્રાચારના આરોપનો સામનો કરી રહેલા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે જો દેશમાં બે અથવા ત્રણ સમાંતર સરકાર હોય તો દેશ ને ચલાવી શકાય નહી. તેને રોકવાની જરુર છે. દેશમાં ફક્ત એક જ સરકાર હોવી જોઈએ. જે બંધારણની પ્રqક્રયાથી ચૂંટાયેલી હોવી જોઈએ. તેમણે આગળ કહ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠન સqક્રય છે. શુ આપણે તેને સરહદ પાર કરીને અન મુંબઈમાં 150 લોકોને હત્યા કરવાની પરવાનગી આપવી જોઈએં મને કહોં
પાકિસ્તાનના રાવલપિંડી એન્ટી ટેરરિસ્ટ કોર્ટમાં મુંબઈ હંમલાની સુનાવણી બંધ કરવાની વાત કરતાં નવાઝ શરીફે કહ્યું કે અમે મુંબઈ હુમલાના મામલાની સુનાવણી કેમ પુરી ન કરીં પાકિસ્તાન સતત એ વાતનો ઈન્કાર કરતું રહ્યું છે કે વર્ષ 2008માં મુંબઈ હંમલામાં તેમની કોઈ ભૂમિકા છે.

print

Comments

comments

VOTING POLL