પાક.ની ચૂંટણીને ભ્રષ્ટ કરવા આઈએસઆઈ સક્રિયઃ નવાઝ

July 12, 2018 at 10:57 am


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ભ્રષ્ટાચારના કેસમાં સજા પામી ચૂકયા બાદ હવે ડાહી ડાહી વાતો કરી રહ્યા છે અને પાકિસ્તાનની સંસદીય ચૂંટણીને આઈએસઆઈ ભ્રષ્ટ કહી રહી હોવાનો આરોપ મુકયો છે.
એમણે એવો આરોપ મુકયો છે કે, પાક.ની સામાન્ય ચૂંટણીની તૈયારીમાં જાસૂસી સંસ્થા આઈએસઆઈ દખલગીરી કરી રહી છે અને મનમાની કરી રહી છે.
એમણે એવો આરોપ મુકયો છે કે, પાક.ની સામાન્ય ચૂંટણીની તૈયારીમાં જાસૂસી સંસ્થા આઈએસઆઈ દખલગીરી કરી રહી છે અને મનમાની કરી રહી છે.
દેશની બહાર ભાગી ગયેલા આ નેતાએ આઈએસઆઈના સિનિયર આેફિસર જનરલ ફૈઝ હમીદનું નામ લઈને એમના પર આરોપ મુકયો છે.
ચૂંટણી પહેલાં વાતાવરણ બગાડવા અને ચૂંટણી પ્રક્રિયાને ભ્રષ્ટ કરવામાં આ આેફિસર સક્રિય છે તેવો નવાઝનો આરોપ છે.
શરીફે કહ્યું છે કે, પાકિસ્તાની સેનાની ગુપ્તચર પાંખ મારી પાર્ટીના નેતાઆેને પરેશાન કરે છે અને ધમકીઆે આપે છે.
પાર્ટી બદલાવી નાખવા અથવા અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે મારા નેતાઆેને ધમકીઆે અપાઈ રહી છે.
પાક. સેનાના આ પેતરા અમારી પાર્ટીને ચૂંટણી લડતા અટકાવવા માટે થઈ રહ્યા છે તેવા શરીફના આરોપ બાદ પાકિસ્તાનનું રાજકારણ વધુ બદનામ થયું છે.
પાકિસ્તાની ચૂંટણીમાં આ વખતે મોટાપાયે લોહી રેડાવાનો પણ ભય છે અને આઈએસઆઈ ગુપ્ત હેન્ડલીગ કરી રહી છે.

print

Comments

comments

VOTING POLL