પાટડીના સેવાસેતુમાં ખેડૂતોના પ્રશ્નો સામે અધિકારીઆે મૌન

September 12, 2018 at 11:43 am


ખેડૂતોની જીવાદોરી માનવામાં આવતી નર્મદા કેનાલમાં પાટડી પંથકમાં છાસવારે ગાબડા પડી ચૂક્યા છે. અને આથી ખેડૂતો નો મોટી નુકસાનીનો સામનો કરવો પડéાે છે. અનેક ખેડૂતો વળતરથી વંચીત છે. અને આથી જ પાટડી સુરજમલજી હાઇસ્કુલ ખાતેયોજાયેલા સેવાસેતુના કાર્યક્રમમાં ખેડૂતોએ કેનાલના ગાબડાના પ્રશ્નો ઉઠાવતા અધિકારીઆે મૌન બની ગયા હતા.

નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાના ગામોને મળશે તેમાં પણ ખાસ કરીને પાટડી તાલુકાના 89 ગામમાંથી 87 ગામમાં હરીયાળી પાથરવાની મોટી મોટી વાતો થઇ રી છે. પરંતુ પાટડી પંથકમાં વારંવરા તૂટેલી નર્મદા કેનાલોએ નબળી કામની પોલ ખોલી દીધી છે. આવા સમયે પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે પાટડીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતોએ કેનાલના પ્રશ્નોને લઇને અધિકારીઆે અને રાજકીય અગ્રણીઆેનો ઉધડો લીધો હતો. પાટડીના ખેડૂત જગાભાઈ પટેલ, મનીષબાઈ પટેલ સહિતના લોકોએ રોષ સાથે રજૂઆતો કરી હતી કે અત્યારે કેનાલો ખાલી છે. ત્યારે તૂટેલી કેનાલો રીપેરીગ કરવા માટે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે પાણી છોડવામાં આવશે. ત્યારે ખેતરો સુધી પાણી પાેંચવાને બદલેગાબડામાંથી પાણી વહી જશે અને ખેડૂતોને વધુ નુકસાન પહાેંચાડશે. આથી તાત્કાલીક ગાબડા પુરવાની માંગણી કરી હતી.

print

Comments

comments

VOTING POLL